'ભારત બંધ'ના એલાનમાં અનેક શાળાઓ જોડાઈ, ઘણી કોલેજો બંધ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ‘ભારત બંધ’ના એલાનમાં અનેક શાળાઓ જોડાઈ, ઘણી કોલેજો બંધ

‘ભારત બંધ’ના એલાનમાં અનેક શાળાઓ જોડાઈ, ઘણી કોલેજો બંધ

 | 1:34 am IST

ા ભાવનગર ા

પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવ અને કમ્મરતોડી નાખતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ સહિતના ૨૧ પક્ષો દ્વારા આજે સોમવારે આપવામાં આવેલા ‘ભારત બંધ ‘ના એલાનના પગલે ભાવનગર શહેરની અનેક શાળાઓ જોડાઈ હતી. તો વળી, ભાવનગર યુનિર્વિસટી સંલગ્ન મોટાભાગની કોલેજો બંધ રહેવા પામી હતી. બપોર પછી અમુક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૃ રહ્યુ હોવાનુ અને સવારના સેશનમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કેટલીક શાળાઓ બંધમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પેટ્રોલ અને ડિઝલના આસમાને પહોેચેલા ભાવને લીધે મોંઘવારી બેકાબુ બનતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ હોવાનુ કારણ આગળ ધરીને કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનુ એલાન અપાયુ હતું. કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે એનએસયુઆઈના છાત્ર નેતા જયરાજસિંહ ગોહિલ અને ગિરીરાજસિંહ વાળા સહિતના અનેક છાત્ર નેતાઓ સવારના સમયે કોલેજો બંધ કરાવવા માટે ફરી વળ્યા હતા. તેઓએ શાળા અને કોલેજના સંચાલકોને બંધ પાળવા માટે અનુરોધ કર્યો હતો. જેને પગલે શાળા અને કોલેજના અનેક સંચાલકોએ શાળા- કોલેજો બંધ રાખી હતી. તો વળી, કેટલીક કોલેજોમાં મોડેથી શૈક્ષણિક કાર્ય શરૃ રહ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું. કેટલીક સ્વનિર્ભર શાળાઓ પણ બંધમાં જોડાઈ હતી જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં સવારના સમયે શૈક્ષણિક કાર્ય શરૃ રખાયુ હતું. જોકે બાદમાં સવારના ૧૦ કલાક પછી રજા રાખી દેવાઈ હતી.