ભારાપર સીમમાં થાંભલા પરથી ૧.રપ લાખના વીજતારની ચોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ભારાપર સીમમાં થાંભલા પરથી ૧.રપ લાખના વીજતારની ચોરી

ભારાપર સીમમાં થાંભલા પરથી ૧.રપ લાખના વીજતારની ચોરી

 | 2:00 am IST
  • Share

તાલુકાના કિડાણા સબ સ્ટેશનથી તુણા સીમમાંવિન્ડમિલ તરફ જતી ઈલક્ટ્રિક ફીડર લાઈનના થાંભલા પર કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. તસ્કરોએ પોલ નંબર પ૧થી ૯૦ વચ્ચે લાગેલા એલ્યુમિનિયમના ૩૩ ગાળાના ૭૯૬ કિલો તાર, રૂપિયા ૧.રપ લાખના કાપી ચોરી કરી પલાયન થઈ જતાં ગુનો નોંધાવા પામ્યો છે.
કંડલા મરીન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.૧પ/૯ નાં કોઈ પણ સમયે તસ્કરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. તાલુકાના કિડાણા સબ સ્ટેશનથી તુણા વિન્ડમિલ વચ્ચે ઈલેક્ટ્રિક ફીડરના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. જેમાં પોલ નંબર પ૧થી ૯૦ વચ્ચે ૩૩ ગાળામાં એલ્યુમિનિયમના ત્રણ તાર લગાડવામાં આવ્યા છે.
કિડાણાથી તુણા જતી લાઈનમાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા અને ભારાપરમાં શાલ કંપનીની પાછળના ભાગેથી વિન્ડમિલ સુધી કોઈ અજાણ્યા ઈસમો ત્રાટકી પોલ નંબર પ૧થી ૯૦ વચ્ચે લગાડેલ એલ્યુમિનિયમના તારમાંથી ૭૯૬ કિલો તાર, રૂપિયા ૧,રપ,ર૧પ ના કાપી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં મેઘપર બોરીચીમાં રહેતા હિતેશ પ્રતાપ ચુડાસમાએ ફોજદારી નોંધાવી હતી. જે અંગે કંડલા મરીન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો