ભારે ઉકળાટ બાદ છોટાઉદેપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભારે ઉકળાટ બાદ છોટાઉદેપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ થયો

ભારે ઉકળાટ બાદ છોટાઉદેપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ થયો

 | 2:59 am IST

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં

ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યાં

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે. આજરોજ તા ૧૪/૯/૨૧ ના બપોરના સમયે છોટાઉદેપુર તાલુકામાં સતત ૨ કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેનાથી છોટાઉદેપુર નગરમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદ ને કારણે છોટાઉદેપુર નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

છોટાઉદેપુર તાલુકામાં આજરોજ મંગળવારે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં ૭૧ મીમી, નસવાડી તાલુકામાં ૮ મીમી, કવાંટ તાલુકામાં ૬ મીમી જિલ્લાનો કુલ ૮૫ મીમી વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;