ભારે વરસાદથી સિહોરના વરલ પાસે નાળાના ડાયવર્ઝનમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભારે વરસાદથી સિહોરના વરલ પાસે નાળાના ડાયવર્ઝનમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

ભારે વરસાદથી સિહોરના વરલ પાસે નાળાના ડાયવર્ઝનમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

 | 3:30 am IST

સિહોર તાલુકાના ટાણા પટ્ટીના ગામડાઓમાં આજે એક થી બે ઈંચ વરસાદ ગાજવીજ સાથે ખાબક્યો હતો. દરમિયાન વરલ ગામ પાસે નવા બનાવેલા નાળા માટે કાઢવામાં આવેલ ડાયવર્જનમાં પાણી ભરાતા વાહન વ્યહારને અસર પડી હતી. અહિ સિહોર-તળાજા તરફનો વાહન વ્યવહાર અડધો કલાક સુધી અટક્યો હતો. વાહનચાલકો વરસાદ રહ્યા બાદ પાણીમાંથી જોખમીરીતે વાહનો પસાર કરી આગળ નિકળતા હતા. આ પુલના ધીમીગતિની કામગીરીના લીધે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝડપથી કામ પુરૃ કરવા માગણી ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન