ભારે વરસાદ : બે ફ્લાઇટે ચક્કર લગાવ્યાં, ૫ ફ્લાઇટ મોડી પડી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભારે વરસાદ : બે ફ્લાઇટે ચક્કર લગાવ્યાં, ૫ ફ્લાઇટ મોડી પડી

ભારે વરસાદ : બે ફ્લાઇટે ચક્કર લગાવ્યાં, ૫ ફ્લાઇટ મોડી પડી

 | 2:00 am IST
  • Share

મોડી સાંજે પવન સાથે ભારે વરસાદ પડવાને કારણે સાંજે ટેકઓફ થતી અને લેન્ડીંગ થતી ફલાઇટોને મુશ્કેલી પડી હતી. પાંચ ફ્લાઇટે લેન્ડીંગ પહેલાં આકાશમાં ચક્કર લગાવવા પડયા હતા. એરઇન્ડિયાની મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટ કેન્સલ થતા અમદાવાદથી મુંબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવતા પેસેન્જરો રઝળી પડયા હતા. ભારે વરસાદને કારણે પાયલોટને ટેકઓફ અને લેન્ડીંગમાં મુશ્કેલી પડતા જોખમ લીધું નહોતું. જેના કારણે ૫ ફ્લાઇટો ૩૦ મિનિટ મોડી પડી હતી. વાદળછાયા વાતાવરણ અને વિઝિબિલિટી ડાઉન થતાં રનવે સાઇડની લેન્ડીંગ સપોર્ટ માટેની ફ્લડ લાઇટો ચાલુ કરી દેવાઇ હતી.  અમદાવાદથી દિલ્હી જતી ગો-એરની ફલાઇટ લેટ પડી હતી. આ ઉપરાંત ઇન્ડિગોની અમદાવાદથી કુવૈત જતી અને ઇન્ડિગોની અમદાવાદથી કુવૈત જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી. મોટાભાગે અમદાવાદ દિલ્હી, મુંબઇ, બેંગ્લુરું અને પૂનાની ફ્લાઇટો લેટ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન