ભાવનગરના ભાદેવાની શેરીમાં મકાન કકડભુસ : મહિલાને ઈજા - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરના ભાદેવાની શેરીમાં મકાન કકડભુસ : મહિલાને ઈજા

ભાવનગરના ભાદેવાની શેરીમાં મકાન કકડભુસ : મહિલાને ઈજા

 | 3:33 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર શહેરમાં ચોમાસાના આરંભ સાથે જ જર્જરિત મકાનો કકડભૂસ થવાની ઘટના ચાલુ છે, તાજેતરમાં બે મકાનો બાદ વધુ એક ભાદેવાની શેરીમાં જમીનદોસ્ત થતા મહિલાને ઈજા થઈ હતી, ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને મહિલાને બહાર કાઢીને સારવાર માટે ખસેડાઈ હતી.

જુના ગામતળમાં જર્જરિત મકાનો જીવનું જોખમ ઉભું થયું છે, મહાનગર પાલિકાએ નોટીસો આપીને ઉંચા હાથ ધરી દીધા છે, પરંતુ એક પછી એક મકાન કકડભૂસ થતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે શહેરના ભાદેવાની શેરીમાં રસીકભાઈ મનસુખભાઈ વાઘેલાની માલિકીના વર્ષો જૂના બે માળનું મકાન બપોરના સમયે તુટી પડયું હતુ.

જેથી અંદર બીજા માળે રહેતા પ્રવિણાબેન મહેન્દ્રસિંહ ઝાલા દબાય ગયા હતા, આ અંગે આ વિસ્તારના રહીશ શિલ્પાબેને ફાયર તંત્રને જાણ કરતા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતુ, અને સરસામાન, કાટમાળ દૂર કરીને પ્રવિણાબેને બહાર કઢાયા હતા, અને તુરંત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા મેયર સહિતના દોડી ગયા હતા, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ફાયરના સૂત્રોએ જણાવ્યા મુજબ જર્જરિત અને વર્ષો જૂનો મકાન હતું વરસાદ થતા જ તે તુટી પડયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન