ભાવનગરની સિટી બસ સેવામાં નવી ૧૦ સીએનજી બસ ઉમેરાઈ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરની સિટી બસ સેવામાં નવી ૧૦ સીએનજી બસ ઉમેરાઈ

ભાવનગરની સિટી બસ સેવામાં નવી ૧૦ સીએનજી બસ ઉમેરાઈ

 | 2:09 am IST

ા ભાવનગર ા

ભાવનગરની સિટી બસ સેવામાં નવી ૧૦ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી.) આધારિત બસ ઉમેરવામાં આવી છે. આ બસ આજથી ભાવનગરના રાજમાર્ગો પર દોડતી થઈ હોવાનું બંસી સિટી બસ ર્સિવસના સંચાલક હરેશભાઈ ડોડિયાએ જણાવ્યુું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરના વિવિધ વિસ્તારોમાં સિટી બસ સેવાની જરૃરિયાત સંતોષવા અને સેવા સુદ્રઢ બનાવવાના ભાગરૃપે નવી ૩૦ સીટર બસ ઉમેરાઈ છે. અત્યાર સુધી ભાવનગરમાં ૨૦ સિટી બસ દોડતી હતી. આ નવી સી.એન.જી. બસ ઉમેરાતા બસની સંખ્યા ૩૦ પર પહોંચી છે.