ભાવનગરને નજીકના ભવિષ્યમાં એક નવી ટ્રેન મળવાની શક્યતા - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરને નજીકના ભવિષ્યમાં એક નવી ટ્રેન મળવાની શક્યતા

ભાવનગરને નજીકના ભવિષ્યમાં એક નવી ટ્રેન મળવાની શક્યતા

 | 1:39 am IST

ભાવનગર,તા.૮

ભાવનગરને નજીકના ભવિષ્યમાં એક ટ્રેન મળવાની ઉમ્મીદ સેવાઈ રહી છે.ભાવનગરને ટ્રેન આપવાની દિશામાં ભાવનગર રેલવે તંત્રની કવાયતને સફળતા મળવાના એંધાણ સાંપડી રહ્યા છે.ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રૃપા શ્રીનિવાસનએ ટ્રેન મળવાની વાતનો સંકેત આપ્યો છે.

આ અંગે ડીઆરએમ રૃપા શ્રીનિવાસને એક વાતચિતમાં જણાવ્યુ હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લાંબા અંતરની સાત ટ્રેન માટે વેસ્ટર્ન રેલવેના મુંબઈ સ્થિત હેડ ક્વાર્ટસમાં દરખાસ્ત કરવામાં આવી છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ભાવનગર-હરિદ્વાર, ભાવનગર-સુરત, મહુવા-ભાવનગર, મહુવા-બાંદ્રા,ભાવનગર-અમદાવાદ, ભાવનગર-ભૂજ અને ભાવનગર-આસનસોલ ટ્રેનને હાવરા સુધી લંબાવવાની દરખાસ્ત કરાઈ છે. લાંબા અંતરની ટ્રેનની માંગણી કરતી કુલ સાત દરખાસ્ત વેસ્ટર્ન રેલવેના હેડક્વાટર્સને મોકલવામાં આવી છે. આ પૈકીની કોઈપણ એક ટ્રેન સેવા ભાવનગરને લભ્ય મળે તે દિશામાં સ્થાનિય રેલવે તંત્ર દ્વારા મુંબઈ સ્થિત હેડ ક્વાર્ટસને અસરકારક રીતે ભારપૂર્વક રજૂઆત કરાઈ છે.જેના ફળસ્વરૃપે સંભવતઃ નજીકના ભવિષ્યમાં ભાવનગરને એક ટ્રેન લભ્ય મળવાની શક્યતા લાગી રહી છે.અલબત્ત ભાવનગર શહેરને કઈ ટ્રેન, ક્યારે ક્યારે મળશે.?તે અંગે અત્યારે કશુ કહી શકાય તેમ નથી.તેમ ડીઆરએમ અંતમાં જણાવ્યુ હતું.

;