ભાવનગરનો રીંગ રોડ : વર્ષો પહેલા ખાતમુહૂર્ત અને વર્ષોથી માત્ર સમીક્ષા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરનો રીંગ રોડ : વર્ષો પહેલા ખાતમુહૂર્ત અને વર્ષોથી માત્ર સમીક્ષા

ભાવનગરનો રીંગ રોડ : વર્ષો પહેલા ખાતમુહૂર્ત અને વર્ષોથી માત્ર સમીક્ષા

 | 4:09 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે ભાવનગર શહેરના રીંગ રોડની કામગીરી અંગેની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં રાજ્યમંત્રીએ શહેર ફ્રતે નિર્માણાધીન રીંગ રોડના કામની ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં મંત્રીએ કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર, જી.એમ.બી, માર્ગ અને મકાન વિભાગ,ડી.આઈ.એલ.આર. તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે ઉપરોક્ત કામોના એસ્ટીમેટ, જમીન સંપાદન, માપણી, ટેન્ડર પ્રક્રિયા, દબાણો, ઉપલબ્ધ સરકારી પડતર જમીન, અડચણરૃપ પ્રશ્નો વગેરે મુદ્દે જરૃરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પુરૃ પાડયું હતું તેમજ રીંગ રોડનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

આ બેઠકમાં સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ, મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણા, મહાપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી, બાડાના ચેરમેન ડામોર, કાર્યપાલક ઇજનેર મેર, નેશનલ હાઈવેના એન્જિનિયર સહિતના સંબંધિત અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ નારી ચોકડી ખાતે ફોર લેન રીંગ રોડનું ખાતમુહૂર્ત થયું હતું. પરંતુ હજુ પૂર્ણ થયો નથી. દુઃખની વાત તો એ છે કે હજુ ઘણુ કામ બાકી છે. વર્ષોથી માત્ર વાતો થાય છે અને સમીક્ષા થયા કરે છે. હા, ચૂંટણી આવે એટલે વિકાસ કાર્યો યાદ આવે છે. આગામી ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે એટલે આજે રીંગ રોગની સમીક્ષા કરવામાં આવી હોવાની ટીકા લોકોમાં થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન