ભાવનગરમાં ક્યાંક સજ્જડ બંધ અમુક વિસ્તારમાં નહિવત પ્રતિસાદ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં ક્યાંક સજ્જડ બંધ અમુક વિસ્તારમાં નહિવત પ્રતિસાદ

ભાવનગરમાં ક્યાંક સજ્જડ બંધ અમુક વિસ્તારમાં નહિવત પ્રતિસાદ

 | 1:30 am IST

। ભાવનગર ।

પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના પ્રશ્ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે સોમવારે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ, જેના પગલે ભાવનગર શહેર કોંગ્રેસના કાર્યક્રરોએ બજાર બંધ કરાવી વિરોધ દર્શાવ્યો હતો. આ બંધને મીશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ કોંગ્રેસ સજ્જડ બંધ રહ્યાનો દાવો કર્યાે હતો.

ભાવનગર શહેર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પ્રશ્ને આજે સોમવારે બંધનુ એલાનના પગલે શહેર કોંગ્રેસના અગ્રણી અને કાર્યક્રરો સવારે ઘોઘાગેઈટ ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ શાકમાર્કેટ, આંબાચોક, શેલારસા, મેઈન બજાર સહિતનો વિસ્તારની દુકાનો બંધ કરાવી હતી. કોંગ્રેસ કાર્યક્રરોએ મોંઘવારી ઘટાડો અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડોના સુત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપ સરકાર સામે કોંગ્રેસે રોષ ઠાલવ્યો હતો. શહેરની ઘણી શાળા-કોલેજ બંધ રાખવામાં આવી હતી અને કેટલીક શાળા-કોલેજ બંધ કરાવવામાં આવી હતી. પેટ્રોલ પંપ સંચાલકોએ બંધ પાળ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકોના બજેટ ખોરવાયા છે ત્યારે ભાવ વધારાના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું. આ બંધના એલાનમાં દવાખાના સહિતની કેટલીક ઈમરજન્સી સેવાઓને મૂકતી આપવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં મેઈન બજાર સહિતના કેટલાક વિસ્તાર બંધ રહ્યા હતા પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં દુકાનો શરૃ જોવા મળી હતી એટલે કે બંધને મીશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગરના બંધ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી અને કાર્યક્રર જોડાયા હતાં. આ કાર્યક્રમના પગલે પોલીસે કોંગ્રેસના શહેર પ્રમુખ રાજેશભાઈ જોષી સહિત આશરે ર૮૦ કાર્યક્રરોની અટક કરી હોવાનુ જાણવા મળેલ છે.

;