ભાવનગરમાં ગમે ત્યા વાહન પાર્ક નહીં થઈ શકે : ચાર્જ ચૂકવવો પડશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં ગમે ત્યા વાહન પાર્ક નહીં થઈ શકે : ચાર્જ ચૂકવવો પડશે

ભાવનગરમાં ગમે ત્યા વાહન પાર્ક નહીં થઈ શકે : ચાર્જ ચૂકવવો પડશે

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગરમાં વાહન ર્પાિંકગનો પેચિદો પ્રશ્ન છે, વર્ષોથી શાસક પક્ષ વાતોના વડા કરે છે, કોમ્પ્લેક્ષોમાં બાંધકામો સાથે દબાણો ખડકાઈ ગયા છે, છતા મહાનગર પાલિકા હાથ જોડીને બેઠું છે, કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કારણ કે મોટા ભાગના કોમ્પ્લેક્ષમાં શાસક પક્ષને કૃપા દ્રષ્ટીથી ર્પાિંકગની જગ્યાઓ ખુલ્લી થતી નથી, આવા સંજોગો વચ્ચે મહાનગર પાલિકા સુરતની માફક વાહન ર્પાિંકગ પોલીસ લાગું પાડવા જઈ રહી છે, જેથી આગામી ત્રણ ચાર મહીના બાદ વાહન પાર્ક ગમે ત્યા કરેલું હશે તો તેની સામે મહાનગર પાલિકા પણ ટોઈંગ, દંડ સહિતની કાર્યવાહી હાથ ધરશે.

વસ્તી, વિસ્તાર વધવા સાથે ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વાહનો પાર્ક કરવાની મોટી સમસ્યા ઉભી થઈ છે, આવા સંજોગોમાં ર્પાિંકગ પોલીસ લાગું પાડવા ઘણા સમયથી શાસક પક્ષ વાતોના વડા કરે છે, પણ આજે સ્ટેન્ડીંગ કમિટીમાં અધ્યક્ષ સ્થાનેથી કાર્ય લઈને સૌધાંતિક મંજુરી આપી છે, જેના પગલે આગામી સમયમાં વાહન ર્પાિંકગ પોલીસીને ગતિ મળશે.

સ્ટેન્ડીંગ કમિટિ બાદ હવે સાધારણ સભામાં સૌધાંતિક મંજુરી અપાશે, ત્યાર બાદ નગરજનોના વાંધા મંગાવવામાં આવશે, ત્યાર બાદ ફરી વખત સ્ટેન્ડીંગ કમિટિ આખરી મંજુરી આપીને સાધારણ સભામાં મોકલી આપશે, જેમાં ફાઈનલ મંજુરી અપાશે, જે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવામાં ત્રણેક મહિના લાગશે, ત્યાર બાદ આ પોલીસી લાગું પડશે, જેમાં રોડ પર ગમે ત્યા વાહન પાર્ક કરી શકાશે નહીં, તેમ છતા વાહન પાર્ક કરાયેલું હશે તો મહાનગર પાલિકા તેનો દંડ વસુલ કરશે, વાહન ટોઈંગ પણ કરી શકશે.જોકે, તે પહેલા વહીવટી તંત્રએ પણ તેનું માળખું ઉભું કરવું, દંડની પહોંચ, સત્તા આપવા સહિતની જરૃરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. હાલમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ર્પાિંકગ પોલીસ લાગું પાડવામાં આવતા રૃપિયા ૧૦ કરોડ દંડની આવક થઈ હતી, જેના પગલે રાજ્ય સરકારે ભાવનગરને પણ આ પોલીસ લાગું પાડવાનો આદેશ આપ્યો છે, જેથી શાસક પક્ષને ન છુટકે આ પોલીસી લાગું પાડવાની ફરજ પડી છે. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીમાં લીઝ રિન્યૂનો ઠરાવ પડતો મૂકાયો હતો, તેમજ અધ્યક્ષ સ્થાનેથી ચાર ઠરાવો મળીને કુલ ૩૨ કાર્યોને બહાલી આપવામાં આવી હતી.

કંસારા નદીની ટોપોગ્રાફી કરીને પ્રોજેક્ટની બોર્ડર નક્કી કરાશે

ભાવનગરના મહત્વપૂર્ણ કંસારા પ્રોજેક્ટ ચાલું છે, ત્યારે તેમાં દબાણોનું વિધ્ન છે, આવા સંજોગોમાં શાસક પક્ષે પ્રોજેક્ટની સાઈટ ઘટાડી છે, તેમ છતા હવે જ્યારે પ્રોજેકટ આગળ વધ્યો છે, ત્યારે નદીનું સેન્ટર તેમજ બોર્ડર નક્કી કરવા માટે ટોપોગ્રાફી કરવાના ઠરાવને સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુરી અપાઈ હોવાનું ચેરમેન ધીરૃભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું. આગામી ગણતરીના દિવસમાં કંસારા નદીનો ટોપોગ્રાફી કરીને પ્રોજેકટને આગળ વધારાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;