ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાતા કોંગ્રેસેે આડો હાથ કરી અટકાવ્યુ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાતા કોંગ્રેસેે આડો હાથ કરી અટકાવ્યુ

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાતા કોંગ્રેસેે આડો હાથ કરી અટકાવ્યુ

 | 3:12 am IST

 

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાવનગર શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે, ત્યારે મહાનગર પાલિકા દ્વારા નોટીસો આપીને સંતોષ માનવામાં આવતો હોવાની રાવ વચ્ચે આજે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ક્રેસન્ટ નજીક શિવશક્તિ હોલ નજીક ગેરકાયદે ચાલુ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતુ, જોકે અધ્ધવચ્ચે કામ અટકાવીને કોંગ્રેસે કાર્યવાહી આડે આડો હાથ દેતા કામ બંધ કરાયું છે, જયારે રૃવાપરી રોડ પર સાઢીયાવાડ તરફ જતા માર્ગ પર નવા ગેરકાયદે બાંધકામમાં ૫ રૃમ સીલ કરાયા હતા.

શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મહાનગર પાલિકાની સાધારણ સભામાં શાસક વિપક્ષ બંને તંત્રને ભિંસમાં લે છે, પરંતુ જયારે તંત્ર રસ્તા ઉપર ઉતરે છે ત્યારે શાસક અથવા તો વિપક્ષ આડા હાથ ધરે છે, આજે શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક શિવ શક્તિ હોલ પાસે સંજરી કન્ટ્રકશનનું બાંધકામ ચાલુ હતું, જે બંધ કરવા માટે મનપાએ અગાઉ નોટિસો પર આપી હતી. છતા કામ ચાલુ જ હતુ, આથી આજે ટીડી વિભાગ જેસીબી સાથે ત્રાટકયું હતુ, અને ગ્રાઉન્ડ ફલોર અને બીમ તોડી પાડયા હતા, જેથી લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતુ અને દેકારો થયો હતો. દરમિયાનમાં કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ બુધેલિયા અને ઈકબાલભાઈ આરબ સહીતના દોડી આવ્યા હતા, અને તંત્રને રોક્યું હતું.

આ ઉપરાંત રૃવાપરી રોડથી સાઢીયાવાડ જતા રસ્તા પર મમુભાઈ ખુશાલભાઈ રવજાણીની માલિકીનું ગેરકાયદે બાંધકામ ચાલુ હતુ, તેને પણ અગાઉ નોટીસ અપાઈ હતી, છતા કામ ચાલુ હતુ, જયા બાંધકામ તોડવાથી બાજુના કાયદેસરના મકાનોને નુકસાન થવાની ભિતી જણાતા પાંચ રૃમો સીલ કરાયા હતા.

મંજુરી લીધી નથી, એક પુરાવો ન હતો

ક્રેસન્ટ નજીક બાંધકામ દરમિયાન થયેલી માથાકુટ મામલે કાર્યપાલક ઈજનેર એસ.એમ.ગોધવાણીએ જણાવ્યું હતુ કે, મંજુરી લીધી ન હતી, મંજુરીની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતુ, પરંતુ તેમાં બે પુરાવા હતા, એક પુરાવો ન હતો, અગાઉ નોટીસ આપીને કાયદેસર પ્રક્રિયા કરવા જાણ કરી હતી, છતા નહીં કરતા તોડી પડાયું હતું.

નિયમ શું કહે છે?

ય્ડ્ઢઝ્રઇના નિયમ અનુસાર બાંધકામ પૂર્વે પ્લાન મુક્યો ન હોય અને બાંધકામ નિયમ અનુસાર થતું હોય તો પ્લાન મુકવા ફરજ પાડી શકાય અને બાંધકામ પૂર્વે મંજુરી ન લીધી હોય તેની પેનલ્ટી વસુલ કરાય છે, આ કેસમાં પણ પેનલ્ટી વસુલ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન