ભાવનગરમાં પેટ્રોલ રૃ. ૮૦.૭પ અને ડીઝલ રૃ. ૭૯.૦૧ની ઐતિહાસીક સપાટીએ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં પેટ્રોલ રૃ. ૮૦.૭પ અને ડીઝલ રૃ. ૭૯.૦૧ની ઐતિહાસીક સપાટીએ

ભાવનગરમાં પેટ્રોલ રૃ. ૮૦.૭પ અને ડીઝલ રૃ. ૭૯.૦૧ની ઐતિહાસીક સપાટીએ

 | 1:46 am IST

ા ભાવનગર ા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો આવતા ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભાવનગર શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકોના બજેટ ખોરવાતા બુરે દિન શરૃ થઈ ગયા હોય તેમ જણાય રહ્યુ છે.

ભાવનગર શહેરમાં આજે રવિવારે પેટ્રોલના લીટરના ભાવ રૃ. ૮૦.૭પ અને ડીઝલના લીટરના ભાવ રૃ. ૭૯.૦૧ની ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં હોવાનુ સુત્રોએ જણાવેલ છે તેથી લોકો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે મોંઘવારી પણ વધી છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ ભાજપ સરકારના પેટનુ પાણી હલતુ નથી. પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ભાજપ સરકાર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ તત્કાલ ઘટાડવા જરૃરી બની ઔરહે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની મૂશ્કેલી વધી ગઈ છે. ચારેય બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કાળો કકળાટ સાંભળવા મળી રહ્યો છે પરંતુ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનુ નામ લેતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ વધી રહ્યા છે પરંતુ સરકાર ધારે તો ટેકસ ડયુટી ઘટાડી લોકોને ફાયદો આપી શકે તેમ છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવના પગલે વાહન ચાલકો અને સામાન્ય માણસોના બજેટ ખોરવાયા છે પરંતુ સરકારને ભાવ ઘટાડવામાં કોઈ રસ ન હોય તેમ જણાય રહ્યુ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવના પ્રશ્ને હવે કોંગ્રેસ જાગી છે અને બંધનુ એલાન આપ્યુ છે પરંતુ ભાવ કયારે ઘટશે ? તે જોવુ જ રહ્યું. ચૂંટણી સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી લોકોને મુર્ખ બનાવવામાં આવતા હોવાનુ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.

;