ભાવનગરમાં બેંક અને પોસ્ટ પેમેન્ટ બેંકમાં નાણાં ઉપાડવા ધસારો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં બેંક અને પોસ્ટ પેમેન્ટ બેંકમાં નાણાં ઉપાડવા ધસારો

ભાવનગરમાં બેંક અને પોસ્ટ પેમેન્ટ બેંકમાં નાણાં ઉપાડવા ધસારો

 | 4:03 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બેંક અને પોસ્ટ ઓફિસમાં નાણાં જમા થતા ભાવનગરમાં આનંદનગર, કુંભારવાડામાં એસબીઆઈની બહાર અને હાઈકોર્ટ રોડ પર આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં નાણાં ઉપાડવા ધસારો થતા લાંબી લાઈનો જોવા મળી હતી.

આ અંગેની વિગતમાં કોરોના મહામારીને લઈને દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન હોઈ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે મહિલાઓના જનધન ખાતામાં સરકારે ત્રણ મહિના સુધી દર મહિને રૃા.૫૦૦-૫૦૦ જમા કરાવવાનો નિર્ણય લેતા તેના પ્રથમ ઈન્સ્ટોલમેન્ટ સ્વરૃપે રૃા. ૫૦૦ મહિલાઓના જનધન ખાતામાં જમા કરવામાં આવ્યા છે. હાલ ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જે મહિલાઓના જનધન ખાતા છે તેમાં આ રકમ જમા કરાવવામાં આવતા આજે આનંદનગર, કુંભારવાડા સહિતની શાખાઓમાં ખાતામાંથી રકમ ઉપાડવા માટે મહિલાઓ ઉમટયા હતા. એ જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ રેશનકાર્ડ ધારકોના ખાતામાં રૃા. ૧૦૦૦ જમા કરાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના પરિણામે બેંકની શાખાઓની બહાર લાંબી લાઈન લાગી હતી. જોકે, કોરોનાને પ્રસરતો અટકાવવા માટે બેંક ઓથોરિટી દ્વારા સ્ટાફને સેનેટાઈઝર, હેન્ડ ગ્લોઝ અને માસ્ક આપવામાં આવ્યા છે. એ જ રીતે લાભાર્થીઓ પણ મોં પર રૃમાલ બાંધી સ્વયં જાગૃતિ દર્શાવી રહ્યા છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા વિધવા સહાયની રકમ પણ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જમા થઈ છે. ભાવનગર જિલ્લામાં હાલ ૨૭૦૦૦ લાભાર્થી છે. આથી ભાવનગરમાં હાઈકોર્ટ રોડ પર આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આઈ.પી.પી.બી.ના ખાતામાંથી રકમ ઉપાડવા માટે લાભાર્થીઓ ઉમટતા લાઈન જોવા મળી હતી. આ ઉપરાંત, પોસ્ટ મેન દ્વારા પણ ઘરે ઘરે રકમ પહોંચાડવામાં આવી રહી છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન ૧૩૦૦૦ લાભાર્થીને રકમ ચૂકવાઈ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન