ભાવનગરમાં વાર્લી વોલ પેઈન્ટીંગ સ્પર્ધા - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં વાર્લી વોલ પેઈન્ટીંગ સ્પર્ધા

ભાવનગરમાં વાર્લી વોલ પેઈન્ટીંગ સ્પર્ધા

 | 3:15 am IST

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત શુક્રવારે ભાવનગર કલાસંઘ અને માઈક્રોસાઈનના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે સેન્ટર ફોર એક્સલન્સ ખાતે વાર્લી વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫થી વધુ વિવિધ કેટેગરી વિભાગમાં આ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો દ્વારા અનેકવિધ જુદાજુદા પ્રકારના વાર્લી કલા આધારિત ચિત્રાંકનો સર્જવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવેલ હતી તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન