ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને કરેલી હત્યા કેસમાં ચાર શખસો ઝબ્બે - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને કરેલી હત્યા કેસમાં ચાર શખસો ઝબ્બે

ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને કરેલી હત્યા કેસમાં ચાર શખસો ઝબ્બે

 | 4:27 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને છરી વડે હત્યા કરવાના ગુનામાં ચાર શખસોને પોલીસે ઝડપી લીધા હતા.

ભાવનગર શહેરમાં ગઇ તા.૨૦/૧૧/૨૦૨૧ના રોજ રાત્રીના સમયે શેત્રુજય રેસીડન્સી ફ્લેટની સામે જાહેર રોડ ઉપર ફ્રીયાદી કૃપાલીબેન હિતેશભાઇ મનસુખભાઇ ચુડાસમાએ પોતાની નાની બહેનના લગ્ન બાબતે પારીવારીક ઝગડાના સમાધાન માટે ભાવનગર સર.ટી હોસ્પીટલ સામે આવેલ શેત્રુંજય રેસીડન્સી ફ્લેટ સામે રોડ ઉપર ભેગા થતા તે દરમ્યાન સમાધાનમાં આવેલ આરોપીઓએ ફ્રીયાદી પતી હિતેશભાઇ મનસુખભાઇ ચુડાસમાને છરીના તીક્ષ્ણ હથીયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી નાસી ગયા હતા. જેના અનુસંધાને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

દરમિયાનમાં નિલમબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ્ના માણસોએ બે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા ચંક્રો ગતીમાન કરી સર્વેલન્સ સ્ટાફ્ના અંગત બાતમીદારો મારફ્તે હકિકત આધારે નરેન ઉફ્ર્ે નરેશ બાવલભાઈ મારૃ, ચિરાગ ઉફ્ર્ે ચિકો સુનિલભાઈ ઉફ્ર્ે મોત ગોહેલ, અશોક ઉફ્ર્ે કડી ભૂપતભાઈ મકવાણા, અશ્વિનભાઈ દિનેશભાઈ ચૌહાણને ગણતરીના કલાકોમાં જડપી લીધા હતા.

આ સમગ્ર કામગીરીમાં નિલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ભાચકન સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો તથા પો.ઇન્સ રાઇટર ટીમ એ રીતેના પો.સ્ટાફ્નાં માણસો જોડાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;