ભાવનગરમાં ૮૭ આસામી પાસેથી પ્લાસ્ટીકનો પ્રતિબંધીત જથ્થો મળ્યો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં ૮૭ આસામી પાસેથી પ્લાસ્ટીકનો પ્રતિબંધીત જથ્થો મળ્યો

ભાવનગરમાં ૮૭ આસામી પાસેથી પ્લાસ્ટીકનો પ્રતિબંધીત જથ્થો મળ્યો

 | 1:51 am IST

ભાવનગર, તા.૧૨

ભાવનગર મ્યુનિસીપાલિટી દ્વારા શહેરને પ્લાસ્ટીક વેસ્ટ ફ્રી બનાવવાની નેમ લેવામાં આવી છે. મ્યુનિ. કમિશનર દ્વારા હલકી ગુણવત્તાના પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં વેપારીઓ, દુકાનદારો આ ફરમાનને અવગણી ખુલ્લેઆમ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આજે મંગળવારે મ્યુનિ. તંત્રએ આવા વેપારી-દુકાનદારો સામે લાલ આંખ કરી આખા શહેરમાં પ્લાસ્ટીક ચેકીંગની ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં ૮૭ આસામી ઝપટે ચડતા તેમની વિરૃધ્ધ દંડનિય અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાવનગર મહાપાલિકાના કમિશનર એમ.એ.ગાંધીની સુચનાથી આજે મંગળવારે શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.જી.શુકલની આગેવાનીમાં કોર્પોરેશનના ૭૫ થી ૮૦ કર્મચારીઓએ શહેરના તમામ ૧૩ વોર્ડમાં અલગ-અલગ ટીમો બનાવી મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં જઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ખાસ કરીને ઊંડી વખાર, મામા ખાંડણિયા વગેરે સ્થળોએ પ્લાસ્ટીકના હોલસેલ વેપારી ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી ચા, પાન-માવા, કરિયાણાની દુકાનો, ખાણી-પીણીની લારીઓ સહિતના સ્થળોએ પાણીના પાઉચ, પ્લાસ્ટીકના ચાના કપ, હલકી ગુણવત્તાવાળા ઝબલા વગેરેનું ચેકીંગ કરતા ૮૭ આસામી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો. જેમની પાસેથી મહાપાલિકાએ સ્થળ પર જ રૃ.૩૩,૬૫૦નો દંડ વસૂલ્યો હતો. આ કામગીરી દરમિયાન ચાર થી પાંચ આસામીએ સ્થળ પર દંડ આપવાની ના પાડતા તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાપાલિકા દ્વારા શરૃ કરાયેલ પ્લાસ્ટીક પ્રદુષણ મુક્તની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૃ રહેશે. તેમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કા.ઈ. આર.જી.શુકલએ એક વાતચીતમાં કહ્યું હતું.

;