ભાવનગરમા ૨૪ કલાકમા ૪ ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમા ૨૪ કલાકમા ૪ ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર

ભાવનગરમા ૨૪ કલાકમા ૪ ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાદરવા મહિનામા ચોમાસાની જમાવટ થઈ હોય તેમ ભાવનગરમા અઠવાડિયાથી મેઘકૃપાનો માહોલ જામ્યો છે. દરમિયાન સોમવારે ૨૪ કલાકમા ભાવનગરમા મુશળધાર ૪ ઈંચ વરસાદના પગલે જળ બંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. નિચાળવાળા વિસ્તારોમા પાણી ભરાવાની સાથે કેટલાક ઘરોમા પાણી ઘુસ્યા હતા. ભાવનગરમા સવારના ૬ થી ૧૦ ચાર કલાકમા બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબકી ગયો હતો. તો ઘોઘામા પણ બપોરના ૧૨ કલાક સુધીમા બે ઈંચ પાણી વરસાવી દિધુ હતુ. સચરાચર વરસાદના પગલે જિલ્લામા ૭૦ ટકા જેવો વરસાદ થઈ ગયો છે. આમ ભાદરવામા મેઘરાજા જાણે કે, પાણીની ઘટ પુરી રહ્યા છે. ભાવનગરની સાથે ઘોઘા, સિહોર, વલભીપુર, ઉમરાળા, તળાજા, ગારિયાધાર, પાલિતાણામા મેઘકૃપા જારી રહી હતી. જેસર અને મહુવામા વરસાદે વિરામ રાખ્યો હતો.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યની સાથે ભાવનગરમા પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે. ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગરમા ૧૦૦ મિ.મિ. કરતાવધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઘોઘામા ૫૪ મિ.મિ. વરસાદ વરસી ગયો હતો. ભાવનગરની સાથે સાત તાલુકામા ઝરમરથી અઢી ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

ભાવનગર શહેરમા વહેલી સવારના ધોધમાર બે ઈંચ વરસાદને કારણે અનેક વિસ્તારોમા પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોના ઘરોમા ફુટ ફૂટ સુધી પાણી ઘુસી ગયા હતા. કુંભારવાડા રેલવે બ્રીજમા પાણી ભરાતા તેનો ઉપયોગ અટકી ગયો હતો. ઘોઘામા ૫૪ મિ.મિ. વરસાદ ખાબક્યો હતો.

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ

શહેર મિ.મિ. વરસાદ

ભાવનગર     ૧૦૬

ઘોઘા          ૬૪

સિહોર        ૧૬

વલભીપુર     ૧૪

ઉમરાળા      ૦૬

તળાજા        ૦૫

ગારિયાધાર   ૦૧

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;