ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે પર સોનગઢ સુધીમા ઠેર ઠેર ખાડા પડયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે પર સોનગઢ સુધીમા ઠેર ઠેર ખાડા પડયા

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે પર સોનગઢ સુધીમા ઠેર ઠેર ખાડા પડયા

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે સોનગઢ ગામ સુધીમાં અનેક જગ્યાએથી બિસ્માર બન્યો છે. ત્યારે ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ચાલુ સિઝનમાં વરસાદના લીધે આવા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાંય બાઈક ચાલકોને અકસ્માતનુ મોટુ જોખમ રહેવા પામે છે.

ભાવનગર-રાજકોટ રોડ વરસાદના કારણે અનેક જગ્યાએથી તૂટી ગયો છે. વળી કેટલીક જગ્યાએ તો ફૂટ- દોઢ ફ્ૂટના ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં વરસાદનું પાણી ભરાય છે. ખાસ કરીને સોનગઢ સુધીમાં અનેક જગ્યાએ આવી પરિસ્થિતી જોવા મળે છે. જેમાં શહેરના ઓવરબ્રીજ પાસે, વરતેજ બસ સ્ટેન્ડ પાસે, રાજપરા ગામમાં પંપ પાસે અને નવાગામમાં શહેરી વિસ્તારમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત શિહોરમાં ટાણા ચોકડી પાસે મોટા ગાબડા પડી ગયા છે. તેમજ વળાવડ અને મોટા સુરકામાં પણ રોડમાં પાણી ભરાઈ રહે છે. રોડમા પડેલા ખાડાઓમા વરસાદના પાણી ભરાયેલા રહેતા હોવાથી રાત્રિના સમયે નાના વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો પડે છે. અને દુર્ઘટનાની ભીતિ રહેવા પામે છે. આ માર્ગને તાત્કાલિક અસરથી મરામત કરવાની જરૃર છે. મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;