ભાવનગર શહેરના અનેક વિસ્તારોમા જળ બંબાકાર બન્યા : ઘરમા પાણી ઘુસ્યા : રેલવે અન્ડરબ્રીજમા વાહનચાલકો ફસાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગર શહેરના અનેક વિસ્તારોમા જળ બંબાકાર બન્યા : ઘરમા પાણી ઘુસ્યા : રેલવે અન્ડરબ્રીજમા વાહનચાલકો ફસાયા

ભાવનગર શહેરના અનેક વિસ્તારોમા જળ બંબાકાર બન્યા : ઘરમા પાણી ઘુસ્યા : રેલવે અન્ડરબ્રીજમા વાહનચાલકો ફસાયા

 | 4:03 am IST
  • Share

ભાવનગર શહેરમા વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નિચાળવાળા વિસ્તારોમા બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારો જળ બંબાકાર બન્યા હતા. કુંભારવાડા, નારીરોડ, બાનુબેનની વાડી વિસ્તાર તેમજ બાય પાસ અમદાવાદ રોડ પાણી ભરાતા વાહન ચાલકો, મુસાફરો અને રહિશો ભારે મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. વડવા તલાવડી વિસ્તારમા ઘરમા પાણી ઘુસ્યા હતા. કુંભારવાડા રેલવેના અન્ડરબ્રીજમા બે થી ત્રણ ફૂટ પાણી ભરાતા નાના વાહન ચાલકો ફસાયા હતા. કેટલોક સમય તેનો ઉપયોગ બંધ કરવો પડયો હતો. હલુરિયા ચોક વિસ્તારમા બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. ભાવનગરના નારી રોડ ઉપર આવેલ શિતળામાતાના મંદિરની આસપાસ પાણી ફરી વળ્યા હતા. અને મંદિરમા પણ પાણી ઘુસ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન