ભાવનગર સહિત આઠ એસ.ટી.ડેપોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગર સહિત આઠ એસ.ટી.ડેપોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો

ભાવનગર સહિત આઠ એસ.ટી.ડેપોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો

 | 10:18 pm IST

ભાવનગર, તા.૨૦  

ઊનામાં દલિત સમાજ પર થયેલા અત્યાચારના ઘેરા પડઘા પડયા છે. આજે બુધવારે ગુજરાત બંધના દલિત સમાજના એલાનના પગલે સમગ્ર જિલ્લામાં અજંપાભરી સ્થિતિ છવાઇ હતી. ભાવનગર સહિત આઠ એસ.ટી. ડેપોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

બોટાદ, ગઢડા, રાણપુર, ગારિયાધાર સહિતના તમામ ડેપો બંધ કરી દેવાયા હતા. તળાજા, મહુવા તરફથી આવતી બસોના રૃટ ડાયવર્ટ કરી દેવાયા હતા. આ ઉપરાંત ભાવનગરથી અમરેલી, જુનાગઢ, કાલાવાડ, જામજોધપુર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોના રૃટ સલામતિને ધ્યાને લઇ બંધ કરી દેવાયા હતા. એસ.ટી. બસોના રૃટ બંધ કરાતા કેટલાક મુસાફરોેને હાડમારી વેઠવી પડી હતી પરંતુ અજંપાભરા માહોલમાં એસ.ટી. તંત્રએ મુસાફરોની અને એસ.ટી.બસોની સલામતીને ધ્યાને લઇ રૃટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.