ભાવેણાના મહિલા બાગની નવી ઓળખ : ખાતર નિર્માણ સ્થાન - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવેણાના મહિલા બાગની નવી ઓળખ : ખાતર નિર્માણ સ્થાન

ભાવેણાના મહિલા બાગની નવી ઓળખ : ખાતર નિર્માણ સ્થાન

 | 2:03 am IST

ભાવનગરના ઘોઘા દરવાજા વિસ્તારમાં આવેલ સરોજબહેન મહેતા ઉદ્યાન જે મહિલા બાગ તરીકે જાણીતો છે તેની હવે નવી ઓળખ થવા જઈ રહી છે. આ નવી ઓળખ છે ઃ ખાતર નિર્માણ સ્થાન તરીકેની. વાત એમ છે કે, સ્વચ્છતા સર્વેક્ષણની જોગવાઈ મુજબ લીલા કચરાના નિકાલની વ્યવસ્થા ફરજિયાત છે. હવે ભાવનગરમાં મહાપાલિકાના ગાર્ડન વિભાગના કુલ બાવન સર્કલ બગીચા છેે. જેમાં લીલો કચરો ઉત્પન્ન થતો રહે છે. આ લીલો કચરો વાહન દ્વારા મહિલા બાગ લાવવામાં આવે છે અને તેને મોટા ખાડાઓ ખોદી ધૂળ વાળી દાટી દેવામાં આવે છે. આમ, કુદરતી રીતે ખાતર કરવાનો આ અનોખો પ્રયોગ છે. આ ખાતરનો ઉપયોગ એ જ બગીચાઓમાં ફૂલછોડ વિકસાવવા માટે કરવાનો છે. ગયા વર્ષથી અમલમાં આવેલી આ નવી વ્યવસ્થા બાદ હવે ખાતર તૈયાર થવાના આરે છે.