NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભીંડોરાના સશસ્ત્ર હુમલામાં એકનું મોત, હત્યાનો ગુન્હો

ભીંડોરાના સશસ્ત્ર હુમલામાં એકનું મોત, હત્યાનો ગુન્હો

 | 12:24 am IST

  • રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કાર્યવાહી
    જૂનાગઢ : માણાવદર તાલુકાના ભીંડોરા ગામમાં છ શખ્સોએ પાંચ વ્યક્તિ ઉપર તલવાર, ભાલા, લોખંડના પાઈપ વગેરે જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની ઘટનામાં એક વ્યક્તિનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સમગ્ર બનાવ હત્યામાં
    ફેરવાયો છે.
    માણાવદર ના ભીંડોરામાં પત્ની સાથે અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખમાં ઈન્દ્રાના દિલીપ જેઠા કોળી સહિતના છ શખ્સોએ તલવાર, ભાલા, પાઈપ વગેરે વડે પાંચ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ભીંડોરાના ભરતભાઈ નથુભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.૪૦)ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો છે.  બનાવની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ એચ.પી.પાલિયાએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને કાર્યવાહી હાથ ધરાશે.