ભૂમાફિયાઓ બેલગામ : તંત્રની રહેમનજર હેઠળ ભોગાવો નદીમાંથી છડેચોક રેતી ચોરી - Sandesh
  • Home
  • Gujarat
  • ભૂમાફિયાઓ બેલગામ : તંત્રની રહેમનજર હેઠળ ભોગાવો નદીમાંથી છડેચોક રેતી ચોરી

ભૂમાફિયાઓ બેલગામ : તંત્રની રહેમનજર હેઠળ ભોગાવો નદીમાંથી છડેચોક રેતી ચોરી

 | 4:10 am IST
  • Share

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને પોલીસ ઘોળીને પી ગઈ

સાંજે 6 વાગ્યા પછી પણ ખનીજ વહન કરતા ભારવાહક વાહનોની બેરોકટોક આવનજાવન

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે 20મી નવેમ્બરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં જણાવાયું હતું કે, જિલ્લામાં રેતીના ખનન કરતા પરવાનેદારો તેમજ ગેરકાયદેસર ખનીજ વહન કરનારા ડમ્પર, ટ્રક જેવા

વગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર

જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તા થકી કરાતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. વળી રાત્રિના સમયે ખનીજનું વેચાણ થવાના કારણે ભૂમાફિયાઓ અંધારાનો લાભ ઉઠાવીને ભોગાવો નદીમાંથી રેતીની ચોરી કરે છે.  

જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતા લીંબડી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના 6 વાગ્યાથી લઈને મોડી રાત્રી સુધી રેતી ભરેલા વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. લીંબડીમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ ચોરી થઈ હતી, પરંતુ પોલીસ પ્રજાની રક્ષા કરવાને બદલે માત્ર ભુમાફીયાઓની સેવામાં જ હોય તેવું લાગી રહયું છે. લીંબડી તાલુકાના બોડિયા, ખંભલાવ, સૌકા, જાખણ, ચોકી, શીયાણી, ઉઘલ, ઉંટડી, ચોરાણીયા વગેરે ગામોમાંથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવે છે. અંદાજીત ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા 10 ફુટ ઉંડા ખાડા કરીને તેમાં ચરખીઓ ઉતારીને સરકારી સંપતિની ચોરી કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો