ભેંસાણ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, ભાજપ ખાતુ ખોલાવી ન શક્યું - Sandesh
  • Home
  • Junagadh
  • ભેંસાણ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, ભાજપ ખાતુ ખોલાવી ન શક્યું

ભેંસાણ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, ભાજપ ખાતુ ખોલાવી ન શક્યું

 | 12:54 am IST

  • ૧૪ ઉમેદવારો કોંગ્રેસના ચૂંટાઈ આવ્યાં

ભેંસાણ : ભેંસાણ માર્કેટીંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ૧૪ બેઠકોની ચૂંટણીમાં અગાઉ ૪ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો તરફી બીન હરીફ રહી થઈ હતી. જ્યારે ૧૦ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને યાર્ડના વર્તમાન ચેરમેન નટુભાઈ પોંકીયાની કોંગ્રેસ પ્રેરીત પેનલની સામે ભાજપના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ રફાળીયાની ભાજપ પ્રેરીત પેનલ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ખેડૂત વિભાગની ૮ બેઠકો પર ૧૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હતાં. જેમાં રાજેશભાઈ ભુવા, ગીરધર રાદડીયા, મોહનભાઈ ડોબરીયા, હસમુખભાઈ વઘાસીયા, ભાવેશભાઈ ત્રાપસીયા, ભીમભાઈ જોધાણી, બાબુભાઈ કોરાટ અને ગોવિંદભાઈ કપુરીયા ચૂંટાઈ આવ્યાં હતાં. જેમાં સૌથી વધુ ૨૦૯ મતે યાર્ડના પાયાના પત્થર એવા સ્વર્ગીય તત્કાલીન ચેરમેન ધીરૂભાઈ ભુવાના પુત્ર અને કોંગ્રેસના યુવા આગેવાન રાજેશભાઈ ભુવા ચૂંટાયા હતાં.જ્યારે સંઘ વિભાગમાંથી નટુભાઈ પોંકીયા, વજૂભાઈ મોવલીયાએ ભાજપના ભાજપના ધીરૂભાઈ રફાળીયાને ધોબી પછડાટ આપી હતી.સ્વર્ગીય ધીરૂભાઈ ભુવાના પગલે પગલે ચાલીશુ
તમામ બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને યાર્ડના વર્તમાન ચેરમેન નટુભાઈ પોંકીયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે યાર્ડને ઉભુ કરનાર સ્વર્ગીય ખેડૂતોના નેતા અને તત્કાલીન ચેરમેન ધીરૂભાઈ ભૂવાની પ્રતિમાને હાર તોરા કરીને તેમના પગલે ચાલવાનું જણાવ્યું હતું.