ભેદનો ભાવ ઘણો ઊંડો હોય છે - Sandesh
1.6M
1M
1.7M
APPS

ભેદનો ભાવ ઘણો ઊંડો હોય છે

 | 12:30 am IST
  • Share

ઈલિયા કઝાનની પહેલી ફ્લ્મિ જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ(૧૯૪૭)ને શ્રેષ્ઠ ફ્લ્મિ તેમજ શ્રેષ્ઠ નિર્દેશકના ઓસ્કર એવોર્ડ્ઝ મળેલા. એ ફ્લ્મિની સાવ સાદી-સપાટ છતાં આકરી વાર્તા આ પ્રમાણે છે.           

ન્યૂયોર્કમાં નવાસવા રહેવા આવેલા અચ્છા અને આદરણીય પત્રકાર-લેખક ફ્લિ (ગ્રેગરી પેક)ને મેગેઝિનનો માલિક એક સ્ટોરી સોંપે છેઃ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં યહૂદીઓ સાથે કેવો ભેદભાવ જોવા મળી રહ્યો છે તે વિશે લેખ-શ્રેણી તૈયાર કર.

ફ્લિ પોતે ખ્રિસ્તી છે. તે જાણે છે કે સમાજમાં યહૂદીઓ સાથે ભેદભાવ થાય છે અને આ મુદ્દા વિશે ઠેર ઠેર થોડુંઘણું લખાતું રહે છે. આવામાં આ સ્ટોરીનો કોઈ નવો એંગલ ન સૂઝતાં ફ્લિ સ્ટોરી કરવાનું ટાળે છે.

છેવટે એને એક રીત સૂઝે છેઃ પોતે જ યહૂદી ઓળખ ધારણ કરીને જાતઅનુભવની કથા આલેખે તો કદાચ સારી સ્ટોરી બને.

પછી ફ્લિનો ભેટો મેગેઝિનના માલિકની ભત્રીજી કેથી સાથે થાય છે. ફ્લિને જાણવા મળે છે કે આ સ્ટોરી કરવાનો મૂળ આઇડિયા કેથીએ જ પોતાના અંકલને આપેલો. વિધુર ફ્લિને છુટાછેડા લઈ ચૂકેલી કેથી પ્રત્યે આકર્ષણ જન્મે છે. બંને ડેટિંગ કરે છે. ફ્લિ કેથી સમક્ષ પોતાનો પ્લાન રજૂ કરે છે. કેથી પોતે આમ તો ઉદારમતવાદી છે, પરંતુ યહૂદી બનવાના ફ્લિના નિર્ણયથી એ ચોંકે છે અને પૂછી બેસે છેઃ ‘સાચું કહેજે, તું પોતે ક્યાંક ખરેખર યહૂદી તો નથીને!’

પછી શરૃ થાય છે યહૂદી બનેલા ખ્રિસ્તી ફ્લિનો ખેલ.

ફ્લિની માતા હૃદયની બીમારીથી પીડાય છે ત્યારે હૃદયરોગના એક યહૂદી નિષ્ણાત પાસે જવાનું એ વિચારે છે, પરંતુ એક ખ્રિસ્તી સલાહકાર ફ્લિને એમ કહીને રોકે છે કે ‘એ (યહૂદી) નિષ્ણાત પાસે ન જશો, એ લૂંટશે.’ ઘરની બહારના મેઈલબોક્સ પર ફ્લિ પોતાનું યહૂદી નામ લખે છે એ જોઈને સફઈ કર્મચારી પણ મોં મચકોડે છે. એક ઉજવણી માટે ફ્લિ શહેરની શાનદાર હોટેલમાં બૂકિંગ કરાવે છે ત્યારે તેનું યહૂદી નામ જોઈને મેનેજર દિલગીરી વ્યક્ત કરે છેઃ ‘સોરી, તમે કોઈ બીજી હોટેલ બૂક કરી લો.’

આવા અનેક અનુભવો વચ્ચે એક ઘટના એવી બને છે કે ફ્લિનો લંગોટિયો યહૂદી દોસ્તાર ડેવ પણ ન્યૂ યોર્ક આવે છે. અહીં તેને નોકરી મળી ચૂકી છે, પણ ઘર મળી રહે ત્યાં સુધી તે ફ્લિના ઘરે રહે છે. ફ્લિ તેને પોતાની સ્ટોરી વિશે કહે છે. ડેવ આ આઇડિયા બિરદાવે તો છે, પણ સાથે ચેતવે છે કે તારે તો ઠીક, તારા (આગલી પત્નીથી થયેલા) દીકરાએ પણ યહૂદી ઓળખને કારણે વેઠવું પડશે. અને ખરેખર એવું બને છે. સ્કૂલમાં છોકરાંવ ફ્લિના દીકરાને સતાવે છે. ફ્લિની પ્રેમિકા કેથીને આ વાતની જાણ થાય છે ત્યારે તે ફ્લિના દીકરાને એમ કહીને સાંત્વન આપે છે કે ‘તારે માઠું ન લગાડવું જોઈએ. તું ખરેખર યહૂદી થોડો છે? તું તો ખ્રિસ્તી જ છે.’ ફ્લિને સમજાય છે કે છેવટે તો કેથી પોતે પણ યહૂદીઓ પ્રત્યે ભેદભાવ ધરાવે જ છે.

પોતે ધારણ કરેલી યહૂદી ઓળખ ફ્લિને જીવનના અનેક સ્તરે અનેક રીતે પ્રભાવિત કરે છે. ફ્લિ-કેથી સગાઈ નક્કી કરે છે અને કેથીની બહેન સગાઈની પાર્ટી આપે છે ત્યારે પણ કેથીના ચુસ્ત ખ્રિસ્તી પરિવારમાં કોઈ યહૂદીને આમંત્રણ નથી અપાતું.

પછી પ્રેમિકા કેથીનું એક ખાલી પડેલું ઘર યહૂદી મિત્ર ડેવને ભાડે આપવાની ફ્લિ વિનંતી કરે છે ત્યારે કેથી એમ કહીને ના પાડે છે કે ‘ખ્રિસ્તી પાડોશીઓને વાંધો પડશે.’

છેવટે ફ્લિ કેથી સાથે છેડો ફડે છે. બાદમાં કેથીને સમજાય છે કે ઉદારતાના મુખવટાની પાછળ પોતે કેટલી સંકુચિત છે. પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૃપે કેથી ફ્લિના મિત્ર ડેવને પોતાનું ખાલી ઘર આપવા તૈયાર થાય છે અને ડેવને પાડોશીઓ કનડે નહીં એ માટે પોતે પણ ડેલની બાજુમાં રહેવા જવા તૈયાર થાય છે. ફ્લિને આ વાતની જાણ થતાં તે કેથી પાસે પાછો ફ્રે છે અને ત્યાં ફ્લ્મિ પૂરી થાય છે.

ફ્લ્મિ સાવ સાદી અને ધૂમધડાકા વિનાની હોવા છતાં ડેઇલ મિરરે તેના વિશે લખ્યુંઃ ‘વર્ષની સૌથી સ્ફેટક ફ્લ્મિ.’

આ ફ્લ્મિનો ‘ઘાતક’ મુદ્દો છે, એક્શન, સક્રિયતા. તમને એવું લાગે કે ભેદભાવ થઈ રહ્યો છે ત્યારે તમે શું કરો છો? સગાઈની પાર્ટીમાં યહૂદીઓ વિશે કેવી કેવી ઘસાતી ટિપ્પણીઓ થયેલી તે વિશે કેથી જ્યારે સહજભાવે ફ્લિના મિત્ર ડેવને બયાન આપે છે ત્યારે ડેવ શાંતિથી એક જ સવાલ પૂછતો રહે છેઃ ‘એ કમેન્ટ્સના જવાબમાં તમે શું બોલ્યા? તમે શું કર્યું?’

ફ્લ્મિના એક દૃશ્યમાં કેથી સ્પષ્ટ શબ્દોમાં ફ્લિને પૂછે છેઃ ‘શું તને એવું લાગે છે કે હું યહૂદીદ્વેષી છું?’

ફ્લિ કહે છેઃ ‘ના, મને એવું નથી લાગતું, પણ હું એવા ઘણા સારા માણસોને ઓળખું છું જે યહૂદી સાથે થતા ભેદભાવને તો વખોડે છે અને પોતે આ મામલે નિર્દોષ, ભલા, ઉદાર હોવાનું માને છે, પરંતુ તેઓ પોતે જ ભેદભાવને હવા આપતા હોવાનું સમજી નથી શકતા. તેઓ ક્યારેય કોઈ યહૂદીને મારશે નહીં. તેઓ એવું જ માનશે કે ક્યાંક દૂર, ખૂણે, અંધારિયા વિસ્તારમાં રહેતા નીચલા વરણના લોકો જ યહૂદીઓ પ્રત્યેના દ્વેષને બહેકાવે છે. (યહૂદીઓ સાથે થતા ભેદભાવ વિશેની મારી સ્ટોરીની) સૌથી મોટી શોધ આ છેઃ સારા લોકો… મજાના લોકો (જે ભેદભાવના પાયામાં હોવા છતાં પોતે અંદરોઅંદર જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ – સજ્જનો વચ્ચે થયેલા વણલિખિત કરાર-થી બંધાયેલા રહે છે કે આપણે તો સ્વચ્છ અને નિર્દોષ છીએ એ જ રીતે વર્તવાનું).

આવા કોઈ જેન્ટલમેન્સ એગ્રીમેન્ટથી આપણે તો બંધાયેલા નથીને, એ ચેક કરી લેવા માટે પ્રેરતી અને અકળાવતી ફ્લ્મિ છે, જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ.

ઙ્ઘૈૅટ્વાર્જઙ્મૈઅટ્વજ્રખ્તદ્બટ્વૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન