ભેળસેળીયું દૂધ મોકલનાર ૫૪ મંડળીને એક વર્ષમાં તાળા લાગ્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Newspaper
 • ભેળસેળીયું દૂધ મોકલનાર ૫૪ મંડળીને એક વર્ષમાં તાળા લાગ્યાં

ભેળસેળીયું દૂધ મોકલનાર ૫૪ મંડળીને એક વર્ષમાં તાળા લાગ્યાં

 | 6:40 am IST
 • Share

 • ગુણવતા ચકાસણીની આધુનિક સિસ્ટમ કાર્યરત
 • જિલ્લા દૂધ સંધમાં દૂધની આવક ભલે ઘટે અમે પગલા લઈશુંઃ ચેરમેન
 • રાજકોટઃ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા ભેળસેળીયા દૂધ મોકલનારી મંડળીઓ સામે ઝૂંબેશ હાથ ધરીને એક વર્ષમાં ૫૪ મંડળીને તાળા મારી દેવાયાની વિગતો પ્રાપ્ત થાય છે. ગુણવતા ચકાસણી માટે આધુનિક સાધનો કાર્યરત કરાયા બાદ દૂધની ભેળસેળ તુરંત પકડાઈ છે અને મંડળી સામે પગલાની ચેતવણી આપીને કાર્યવાહી કરવામાંઆવે છે.
  રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ પોતાનો એક વર્ષનો કાર્યકાળ પુરો થતા ઉક્ત પગલા લેવાયાની વિગતો આપી હતી. તેમણે કહયું હતું કે, દૂધની આવક ભલે ઘટી જાય પણ ભેળસેળ કે નબળી કવોલીટીનું દૂધ જિલ્લા દૂધ સંઘમાં નહિ સ્વીકારાય અને આવા કારસા કરનારા સામે પગલા પણ લેવાશે.
  એક વર્ષ દરમિયાન જે મંડળીમાં નબળી ગુણવતાનું દૂધ પકડાયું છે અને ચેતવણી આપ્યા બાદ પણ ગુણવતા નથી જળવાઈ તેવી મંડળીઓને અમે માન્યતા રદ્દ કરીને તાળા મરાવી દીધા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો