ભૈરવનાથ, ચંડોળા, ઇસનપુર અને પિરાણામાં દબાણોનો ભરડો જ ટ્રાફિકજામનું મૂળ કારણ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ભૈરવનાથ, ચંડોળા, ઇસનપુર અને પિરાણામાં દબાણોનો ભરડો જ ટ્રાફિકજામનું મૂળ કારણ

ભૈરવનાથ, ચંડોળા, ઇસનપુર અને પિરાણામાં દબાણોનો ભરડો જ ટ્રાફિકજામનું મૂળ કારણ

 | 4:52 am IST
  • Share

પોલીસમ્યુનિ. દબાણ ખાતાની મિલીભગતથી જ લારીપાથરણાવાળાનો પથારો લાંબો થયો

તંત્ર દ્વારા દબાણ હટાવાય તેના બીજા જ દિવસે ફરીથી દબાણોનો રાફડો ફાટે છે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના કાંકરિયામણિનગરભૈરવનાથના રોડથી ઇસનપુર ચંડોળાની ચારેબાજુના માર્ગો પર ફરી ગેરકાયદે દબાણોનો રાફડો ફાટયો છે. ચંડોળા તળાવથી જતા તમામ માર્ગો પર લારીગલ્લાપાથરણાવાળાઓએ કબજો કરતા ટ્રાફિકજામની સમસ્યા રોજની બની છે અને ભારે પ્રદૂષણના કારણે આ માર્ગો પર સાંજે ધુમ્મસ છવાઈ જતા માર્ગ શોધવો મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં આ વિસ્તારમાં રહેતા લોકોમાં આંખની બળતરા સાથે આંખના વિવિધ રોગોની સમસ્યા પણ વધી છે

દેખીતી રીતે જ કાંકરિયામણિનગરને જોડતો ભૈરવનાથ

ઇસનપુરનો વિસ્તાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે પરંતુ આ વિસ્તારમાં લારીઓ અને પાથરણાવાળાઓનો રાફડો એટલો મોટો ફાટયો છે કે, ચંડોળા તળાવથી વાયા ઇસનપુરથી નારોલ જવાનો માર્ગ ઘેરાઈ ગયો છે. નારોલપિરાણા રોડ પર ટ્રકોનો જમાવડો સતત રહે છે. તેવી જ રીતે ઓટોરિક્ષાના સ્ટેન્ડો પણ વધતા જતા વાહનચાલકો વાહન ચલાવવાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ માર્ગ પર શાકભાજી, ફ્રૂટ્સની લારીઓ અને ખાદ્યચીજોની લારીઓના દબાણ માત્ર સાંકડા રસ્તા જ નહીં મુંબઈ હાઇવેના રસ્તાને પણ અવરોધી રહ્યા છે તો વળી ચંડોળા તળાવના કિનારે આવેલા એક તરફ ભૈરવનાથ મીરા સિનેમાથી પ્રગતિનગર અને બીજી તરફ ઇસનપુર આદર્શનગરથી વટવા જતા માર્ગ પર પણ લારી અને પાથરણાવાળાઓએ પથારો લાંબો કરતા ઠેર ઠેર રસ્તા બ્લોક થઈ રહ્યો છે. એવી જ રીતે ભૈરવનાથ રોડ ચાર રસ્તાથી ઇસનપુર જતા માર્ગ પરના દબાણો ક્યારેક હટાવાય છે પરંતુ બીજે દિવસે પાછા બમણા પ્રમાણમાં ગોઠવાઈ જાય છે. સ્થાનિક રહીશો એવી ફરિયાદ કરી રહ્યા છે કે, પોલીસ અને મ્યુનિ.ના કર્મચારીઓની મિલીભગતને કારણે આ દબાણો હટાવાતા નથી

ચંડોળા તળાવના વિકાસના અવરોધક પરિબળ

સૌથી મોટી સમસ્યા ચંડોળા તળાવની ચારેબાજુ વધી રહેલી ઝૂંપડપટ્ટી ચંડોળાના વિકાસની યોજનાને અવરોધી રહી છે. તળાવના પાણીમાં ટ્રકવાળા ટ્રક ધોવે છે, ચાલકો રિક્ષાની સફાઈ કરે છે. એ સમસ્યા કાયમી છે. પરંતુ તળાવને ચારેબાજુથી બાંગ્લાદેશીઓએ ઘેરીને એવી વિશાળ ઝૂંપડપટ્ટી ઊભી કરી છે કે, એ ઝૂંપડપટ્ટીની નાબૂદીની વાત બાજુએ રહી સમસ્યા રોજ વધતી રહી છે તે પણ પોલીસમ્યુનિ. દબાણ ખાતાને આભારીછે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો