ભોરદા- સીમલફળિયાના નાળાનું સમારકામ ન થતાં ભારે મુશ્કેલી - Sandesh
  • Home
  • Baroda
  • ભોરદા- સીમલફળિયાના નાળાનું સમારકામ ન થતાં ભારે મુશ્કેલી

ભોરદા- સીમલફળિયાના નાળાનું સમારકામ ન થતાં ભારે મુશ્કેલી

 | 3:17 am IST

 

બંને નાળા ધોવાતા ૧૦ ગામની પ્રજાને અગવડ

રાઠ વિસ્તારમાં થતી કામગીરી ગુણવત્તા વિહોણી હોવાની બૂમ

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુર તાલુકાના અતિ પછાત ગણાતા રાઠ વિસ્તારમાં આવેલા ભોરદા અને સીમલકુવા ગામે ચાલુ વર્ષે ચોમાસામાં બે નાળા ધોવાઇ ગયા છે. પરંતુ તેના ઉપર કામગીરી નહીં થતા પ્રજાને જવા આવવા માટે મુશ્કેલી ખુબ પડી રહી છે.

ગત વર્ષે ભોરદા અને સીમલકુવા ગામ પાસે બનેલા નાળા સુકેટ કોતર ઉપર છે આ કોતર મધ્યપ્રદેશ ડુંગરાળ વિસ્તાર તરફથી આવે છે. તેમાં ચાલુ વર્ષના ચોમાસામાં વધુ પાણી આવતા બંને કોતરના નાળા ધોવાઇ જતાં ઔદશ ગામની પ્રજાને હાલ મુશ્કેલી પડી રહી છે.

આ અંગે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમભાઇ રાઠવા જણાવે છે કે ભોરદા ગામે બનેલુ નાળુ ચાર વખત અને સીમલ ફલીયા ગામ પાસેનું નાળુ ત્રણ વખત તુટી ગયું છે છતા તેનું કામ યોગ્ય રીતે થાય તેમ બાંધકામ વિભાગ વિચારતુ નથી. રાઠ વિસ્તારમાં થતાં બાંધકામ તદ્દન હલકી કક્ષાના હોય છે. જેથી તેનું આયુષ્ય લાંબુ હોતુ નથી.

ગામડાઓની અંદર બનેલ રસ્તાઓને હજુ બે વર્ષ થયા નથી. ત્યાં તેની હાલત બદ્તર થઇ ગઇ છે. પ્રજાએ ઠોકરો ખાઇને ચાલવુ પડે છે. માંદગીના બિછાને પડેલા દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે મુશ્કેલી પડે છે. તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જણાવે છે.

;