ભ્રષ્ટાચારને નાથવા માટે ડભોઈમાં કૉંગ્રેસની જનજાગરણ યાત્રા નીકળી - Sandesh
  • Home
  • Newspaper
  • ભ્રષ્ટાચારને નાથવા માટે ડભોઈમાં કૉંગ્રેસની જનજાગરણ યાત્રા નીકળી

ભ્રષ્ટાચારને નાથવા માટે ડભોઈમાં કૉંગ્રેસની જનજાગરણ યાત્રા નીકળી

 | 3:14 am IST

ા ડભોઈ ા

મંદી, મોંઘવારી, ભ્રષ્ટચારને નાથવા જન જાગરણ યાત્રા ના માધ્યમ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે . તારીખ ૨૧ નવેમ્બર થી ૨૫ નવેમ્બર સુધી રોજ અલગ અલગ વિધાનસભા સીટ ધરાવતા વિસ્તારમાં પદ યાત્રા નું આયોજન કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આજે તા – ૨૫ નવેમ્બરને ગુરૂવારના રોજ ડભોઇ વિધાનસભામાં જન જાગરણ અભિયાનની શરૂઆત ડભોઇ ખાતે બપોરના ૩ કલાકથી કરવામાં આવી હતી ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી બાઈક લઈ ડભોઇ સેવા સદન ખાતે પહોંચી નાયબ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. આવેદન પત્રમાં જણાવેલ છે કે ભારત દેશમાં વધતી જતી મોંઘવારી બેરોજગારી અટકાવવા તથા ખેડૂતોને વીજ પુરવઠો દિવસે ૧૨ કલાક આપવો જરૂરી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દરેક ચીજ વસ્તુઓના ભાવો વધી રહેલ છેે એ અંગેનું આવેદનપત્ર સુપ્રત કરી તબકકાવાર રાહત આપવા માટે માગણી કરી હતી જેની આગેવાની ડભોઇ કોંગ્રેસ શહેર પ્રમુખે લીધી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, માજી તાલુકા પ્રમુખ તથા હોદ્દેદારો તેમજ કોંગ્રેસ કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;