મંગળદોષ હોય તેમણે આ ઉપાયો કરવા જોઈએ - Sandesh

મંગળદોષ હોય તેમણે આ ઉપાયો કરવા જોઈએ

 | 12:30 am IST
  • Share

કુંડળીમાં મંગળ ગ્રહ ખરાબ હોય, મંગળ અશુભ ફળ આપી રહ્યો હોય કે માંગલિક હોય તેવી વ્યક્તિએ નીચે જણાવેલા ઉપાયો અચૂક કરવા જોઈએ. તેનાથી અશુભ મંગળ શુભ બનશે.

મંગળ ગ્રહને બળવાન બનાવવા માટે ઁ ભૌમાય નમઃ ।અને ઁ અં અંગારકાય નમઃ ।મંત્રનો જાપ કરવો.

મહિનાના પ્રથમ મંગળવારે વ્રત રાખવું. ઉપવાસ કરવો.

મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને બૂંદીનો પ્રસાદ ચઢાવીને વહેંચવો.

મંગળવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી લાભ થાય છે.

મંગળવારે લાલ કપડાં પહેરવાં.

હનુમાનજીને સિંદૂર ચઢાવવું.

જરૃરિયાતમંદ લોકોને લાલ મસૂર અથવા લાલ કપડાંનું દાન કરવાથી લાભ થશે.

મંગળદોષનો પ્રભાવ ઓછો કરવા માટે લાલ મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગુલાબ, દહીં, દૂધ, ઘી, સાકર, મધથી મંગળ દેવતાનું પૂજન કરવું જોઈએ.

જો યુવતી માંગલિક હોય તો માંગલિક દોષના નિવારણ માટે કુંભ વિવાહ કે શાલિગ્રામ વિવાહ કરવા.

મંગળ યંત્રનું નિયમિત પૂજન કરવાથી અશુભ મંગળ શુભ બને છે. જોકે, મોડાં લગ્ન, સંતાન થવામાં સમસ્યા, છુટાછેડા, દાંપત્યસુખમાં ઊણપ અને કોર્ટ કેસ વગેરેમાં મંગળ યંત્રનું પૂજન ખૂબ જ લાભદાયક રહે છે.

લાલ કપડાંમાં વરિયાળી બાંધીને તે પોટલીને બેડરૃમમાં રાખવી જોઈએ.

માંગલિક જાતક જ્યારે પોતાનું ઘર બનાવે ત્યારે તેમાં લાલ પથ્થર જરૃર લગાવવો જોઈએ.

ઘરમાં લાલ ફૂલોવાળા વૃક્ષ-છોડ ઉછેરવાથી મંગળ શુભ બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો