મકરપુરામાં  રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત ઃ યુવાનનું મોત - Sandesh
  • Home
  • Baroda
  • મકરપુરામાં  રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત ઃ યુવાનનું મોત

મકરપુરામાં  રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત ઃ યુવાનનું મોત

 | 3:38 am IST

રિક્ષા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી

ા વડોદરા ા

મકરપુરા નેશનલ હાઇવે પર સન ઓનેક્ષ કંપની સામે ગઇ કાલે રાત્રે રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવાનનું મોત નિપજ્યું હતંુ. જ્યારે રિક્ષા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી.

શહેરના જામ્બુઆ જીઇબી સબ સ્ટેશન પાછળ વુડાના મકાનમા રહેતા રતિલાલ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૩૧) ગઇ કાલે રિક્ષા લઇને પોરથી વડોદરા આવતા હતા. રિક્ષામાં તેમનો પુત્ર કૃણાલ (ઉ.વ.૧૨), પપ્પુસીંગ એમ. પુવાર (ઉ.વ.૩૫) અને ફિરોઝ અબ્દુલ ઘાંચી (ઉ.વ. ૩૨, વરણામા) હતા. રિક્ષાનો મકરપુરા નેશનલ હાઇવે ઉપર સન ઓનેક્ષ કંપની સામે ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતમાં ફિરોઝ અબ્દુલ ઘાંચીને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રતિલાલ, કૃણાલ અને પપ્પુસીંગને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું  ફરજ પરના તબીબોએ જણાવ્યું હતંુ. અકસ્માતના આ બનાવના પગલે ટેમ્પો ચાલક ઘટના સ્થળે ટેમ્પો મૂકીને ભાગી છૂટયો હતો. મકરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

;