મકરપુરામાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મકરપુરામાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

મકરપુરામાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

 | 2:44 am IST

માણેજાની યુવતીએ અજ્ઞાત કારણોસર ગળાફાંસો ખાધો 

વડોદરા

શહેરના મકરપુરા અને માણેજા વિસ્તારમાં રહેતા એક યુવતી અને એક વૃદ્ધે અજ્ઞાત કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પ્રથમ બનાવમાં, માણેજા વિસ્તારના ૧૯ વર્ષીય મુસ્કાનબાનુ કલ્લુખાન બુધ્યાખાન પઠાણ રહેતી હતી. તેણીએ બુધવારે મોડી સાંજે કોઈ અજ્ઞાત કારણોસર આવેશમાં આવીને પોતાના ઘરના રસોડાના ભાગે સિલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બીજા બનાવમાં, મકરપુરા ડેપો પાસે જવેરનગર શાલીગ્રામ પાસે ૬૫ વર્ષીય ગોવિંદભાઈ સોલંકી રહેતા હતા. તેઓ નિવૃત જીવન ગુજારતા હતા. તેઓએ સોમવારે સવારે કોઈ અજ્ઞાત કારણોસર આવેશમા આવીને પોતાના ઘરે પંખાની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. જો કે તેમના પરિવારજનો આવી જતા તેઓને નીચે ઉતારીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;