મગફળી ઉપાડતાની સાથે વરસાદ થતાં ખેડૂતોને લાખોનું નુકસાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મગફળી ઉપાડતાની સાથે વરસાદ થતાં ખેડૂતોને લાખોનું નુકસાન

મગફળી ઉપાડતાની સાથે વરસાદ થતાં ખેડૂતોને લાખોનું નુકસાન

 | 2:00 am IST
  • Share

સુરેન્દ્રનગર જિલ્લામાં અઢી માસ સુધી વરસાદ ન થતા અનેક ખેડૂતોના પાકનો ખાત્મો બોલી ગયો છે. જ્યારે પીયત જમીનમાં ખેડૂતોએ ઉગાડેલી મગફળી ઉપાડતાની સાથે જ વરસાદ થતા ખેડૂતોની મગફળીમાં લાખો રૃપીયાનું નુકસાન થતા ખેડૂતોને બંન્ને બાજુથી નુકસાન થતા તંત્ર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી નુકશાનીનંુ વળતર ચુકવવાની ખેડૂતોેની માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માઠી બેઠી હોય એમ ચોમાસુ શરૃ થયાને અઢી મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાય છાંટા શિવાય જરૃરીયાત મુજબનો વરસાદ ન થતા વરસાદ આધારીત ખેતીના પાકને ભારે નુકશાન થતા પાક બળી ગયા હતા.

નર્મદા કેનાલ કે ટયૂબવેલના પાણીથી ઉગાડેલા કપાસ બાદ મગફળીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. હાલ ખેડૂતોએ ભારે મહેનત બાદ ઉગાડેલી મગફળી પાકી ગઇ હોવાથી જમીનમાંથી કાઢી ઉપાડી પાથરા કરીને ખેતરમાં સુકાવા માટે મુકી દીધી હતી. એવામાં વરસાદ શરૃ થતા અનેક ખેડૂતોની મગફળી પલળી જતા સળી ગઇ છે.

૩.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે

જિલ્લા ખેતીવાડી અધિકારી વાદીએ જણાવેલ કે જિલ્લામાં અંદાજે કપાસનું ૩.૩૦ લાખ હેક્ટરમાં અને મગફળીનું ૫૦૦૦૦ હેકટરમાં વાવેતર કરાયુ છે પરંતુ આવા વરસાદી વાતાવરણમાં ખેડૂતોએ મગફળી ઉપાડવી જોઇએ નહી નુકશાન થઇ શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડાએ જણાવ્યું કે, ૨૮ દિવસ સુધી વરસાદ ન થવાથી ખેડૂતોને મુખ્યમંંત્રી કિશાન શહાય યોજના અને એસ.ડી.આર.એફ.યોજના હેઠળ પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવુ જોઇએ, પરંતુ હજી સુધી એક પણ જગ્યાએ સર્વે થયો ન હોવાથી ખેડૂતોને તાત્કાલીક સરકારી લાભ આપવા જોઇએ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો