મગરના મોઢામાંથી હાથ છોડાવવા યુવાનનો જીવસટોસટનો સંઘર્ષ - Sandesh
  • Home
  • Baroda
  • મગરના મોઢામાંથી હાથ છોડાવવા યુવાનનો જીવસટોસટનો સંઘર્ષ

મગરના મોઢામાંથી હાથ છોડાવવા યુવાનનો જીવસટોસટનો સંઘર્ષ

 | 12:35 am IST

વડોદરા, તા. ૨૨  

શહેરના જેલરોડ પરના ભીમનાથ બ્રિજ નીચે શુક્રવારે સાંજે મગરના મોંમાંથી હાથ છોડાવવા માટે યુવાને મગર સાથે બાથ ભીડતાં સર્જાયેલાં દિલધડક દ્રશ્યો જોવા માટે લોકટોળું ઊમટી પડયું હતું. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  

  • ભીમનાથ બ્રિજ નીચે સર્જાયેલા દિલધડક દૃશ્યો

શહેરના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૃમને આજે સાંજે કોલ મળ્યો હતો કે ભીમનાથ બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં એક યુવાનને મગરે પકડી લીધો છે. આ કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી લોહીથી લથપથ થયેલા હાથ સાથે તે બહાર આવી રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.જ્યાં તેને ઉત્તરપ્રદેશ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું પણ યુપીના કયા શહેરમાં રહે છે તે વિશે કોઇ જવાબ આપ્યો ન હતો. તેણે પોતાની કેફિયતમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના કિનારેથી તે પસાર થતો હતો ત્યારે મગરે તેનો હાથ પકડી લીધો હતો. આ યુવાને પોતાનું નામ સુશીલસિંહ પરમાનંદસિંહ (ઉ.વ.૩૦) હોવાનું જણાવ્યું હતું.  

ઘટનાસ્થળે ઊમટી પડેલા લોકટોળામાંથી રાકેશ પંડયાએ જણાવ્યું હતું કે ,આ યુવાન નદીમાં પહોંચી ગયો હતો. જ્યાં મગરે તેનો હાથ પકડી લીધો હતો. ત્યારપછી હાથ છોડવવા માટે મગર સાથે તેને બાથ ભીડી હતી અને હાથ છોડાવી લીધો હતો.  

ફાયર બ્રિગેડના જવાનોએ સુશીલસિંહ ૧૫ દિવસ અગાઉ પણ કાલાધોડા પાસેથી વિશ્વામિત્રી નદીમાં કૂદી પડયો હતો. ત્યારે પણ તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વારંવાર તે વિશ્વામિત્રીમાં મગર સાથે સંઘર્ષમાં કેમ ઊતરે છે તે એક તપાસનો વિષય હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

સુનિલસિંહ પાસેથી એક કાગળ મળી આવ્યો હતો, જેમાં તેના ભાઇનો મોબાઇલ નંબર હતો. તેના ભાઇનો સંપર્ક કરતા તેણેે પોતે ઓડિશાના બાધમાર ગામમાં રહેતો હોવાનુ ંજણાવ્યું હતુ. જોકે સુનિલસિંહ કામ અર્થે ઘરેથી નીકળી ગયો હોવાની વાત પણ એક ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ.