મતદાર નોંધણીની મુશ્કેલીઓ દૂર કરવા ડેસર મામલતદારને રજૂઆત - Sandesh
  • Home
  • Newspaper
  • મતદાર નોંધણીની મુશ્કેલીઓ દૂર કરવા ડેસર મામલતદારને રજૂઆત

મતદાર નોંધણીની મુશ્કેલીઓ દૂર કરવા ડેસર મામલતદારને રજૂઆત

 | 3:13 am IST

 

ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત

ઓનલાઈન એપથી કામગીરી કરવામાં પડતી તકલીફો અંગે રાવ

ા ડેસર ા

ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મતદાર નોંધણી કાર્યક્રમ માં ઓનલાઈન એપ થી કામગીરી કરવામાં આવે છે તેમાં તેઓને ઘણી તકલીફે પડતી હોવાથી તેનો ઉકેલ લાવવા હેતુસર ડેસર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ

છેલ્લા એક માસ દરમિયાન થી ગુજરાતમાં મતદાર સુધારણા નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં મોટાભાગની કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવે છે અને તે શિક્ષકો જ હોય છે, સમગ્ર રાજ્યના શિક્ષકો ને સરકાર દ્વારા એપ્લિકેશન એપ દ્વારા મતદાર સુધારણા ફેર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં કામ કરતાં લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ડેસર તાલુકા ના શિક્ષક સંઘ દ્વારા પડતી મુશ્કેલીનો ઉકેલ આવે તે હેતુસર આજરોજ ગુરૂવારે ડેસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમા તેઓએ જણાવ્યું હતું કે કેટલાક બી.એલ.ઓ ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોવાથી કામગીરી કરવી તે તેઓના માટે મુશ્કેલ ભરેલી લાગે અને મતદારયાદી ક્યાંક ક્ષતિગ્રસ્ત પણ બને બીજું કે દરેક શાળામાં કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા હોતી નથી અને બી.એલ.ઓ દ્વારા શાળા સમય દરમિયાન ડોર ટુ ડોર જવાથી બાળકોના શિક્ષણ પર તેની પૂરેપૂરી અસર થવાની સંભાવના છે તેમજ ઓનલાઈન ફેર્મ ભરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ પ્લેટફેર્મ પણ ક્ષતિવાળા હોવાથી ઘણીવાર એક જ ફેર્મ માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હોય છે જેથી સમયનો વ્યય થાય અને નક્કર કામગીરી થતી નથી માટે આ કામગીરીના ફેમ નુ ઓફ્સિ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું જોઈએ અથવા દરેક બીએલઓ ને ઈન્ટરનેટ કનેક્શન સાથે એક ટેબ્લેટ પૂરું પાડવું જેથી કામગીરી જલ્દી થાય તેવી માંગ સાથે કોઈ યોગ્ય ઉકેલ આવે અને બીએલઓ ને કામ કરતા આ એપ્લિકેશન કે અન્ય રીતે ફેર્મ ભરવાનું કામ માંથી મુક્તિ આપે તો યોગ્ય રહેશે અને તેઓને પડતી તમામ મુશ્કેલીઓ દૂર થાય એવા મુદ્દા આવેદનપત્રમાં રજૂ કરીને ડેસર તાલુકા શિક્ષક સંધ ના પ્રમુખ અર્જુનસિંહ રાઠોડ મંત્રી સંજય પટેલ સહિત તમામ હોદ્દેદારોએ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;