મદદના બહાને ગઠિયો રૃ.૪૫ હજાર ઉપાડી ગયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મદદના બહાને ગઠિયો રૃ.૪૫ હજાર ઉપાડી ગયો

મદદના બહાને ગઠિયો રૃ.૪૫ હજાર ઉપાડી ગયો

 | 2:45 am IST

અંકલેશ્વરના એટીએમમાં બનેલો બનાવ

। અંકલેશ્વર ।

અંકલેશ્વરમાં એટીએમમાં મદદ કરવાના બહાને એક ગઠીયો આધેડને છેતરી છ્સ્ બદલી રૃ.૪૫૦૦૦ હજારની ઠગાઈ કરાયાની ઘટના સામે આવી છે. રાજપીપલા ચોકડી સ્થીત બીઓબીના એટીએમમાં ડાહ્યાભાઇ વણઝારા રૃપિયા ઉપાડવા ગયા હતા. પરંતુ પોતાને રૃપિયા ઉપાડતા ન આવડતું હોય એક ઇસમને કાર્ડ આપી રૃપિયા ૧૦૦૦ ઉપાડવા કહ્યું હતું. બાદમાં આ ઇસમે તેમને ઉપાડી આપી જતો રહ્યો હતો. જે બાદ તેઓ બેંકમાં જઈ પોતાની પાસબુક ભરાવતા તેમના ખાતામાંથી કુલ રૃપિયા ૪૬,૦૦૦ ઉપાડાયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાથી હેબતાયેલ ડાહ્યાભાઇએ પોતાનો એટીએમ કાર્ડ ચેક કરાવતા તે પણ બદલાયેલ હોવાનું બહાર આવતા પોતાને મદદ કરવાના બહાને કોઇ ગઠીયો કાર્ડ બદલી રૃપિયા ૪૫૦૦૦ ઉપાડી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે ડાહ્યાભાઇએ અંકલેશ્વર જી.આઇ.ડી.સીપોલીસ મથકે ફ્રીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;