મધુ મન્ટેનાની 'રામાયણ' હશે સૌથી મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મધુ મન્ટેનાની ‘રામાયણ’ હશે સૌથી મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ

મધુ મન્ટેનાની ‘રામાયણ’ હશે સૌથી મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ

 | 3:00 am IST
  • Share

આદિપુરુષની જેમ જ અન્ય એક બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ને જાણીતા પ્રોડયુસર મધુ મન્ટેના બનાવી રહ્યાં છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી સમયાંતરે તેને લઈને કોઈ ને કોઈ સમાચાર આવતા રહે છે. અનેક મોટા સ્ટાર્સ આ ફિલ્મમાં કામ કરવાના છે. 750 કરોડના ખર્ચે બનનારી આ ફિલ્મમાં પહેલાં ઋત્વિક રોશન રામનો રોલ કરશે તેવી વાત હતી. પણ છેલ્લા અપડેટ પ્રમાણે તે રાવણનો રોલ કરશે. જ્યારે દીપિકા પદુકોણ સીતાના પાત્રમાં જોવા મળી શકે છે. અગાઉ મધુ રામના રોલ માટે પ્રભાસને લેવા માંગતા હતા, પણ તેણે ‘આદિપુરુષ’ સાઈન કરી લેતા તેમણે રામના રોલ માટે તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુનો સંપર્ક સાધ્યો હતો. જો કે તે અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી અંતે રણબીર કપૂરને રામના રોલ માટે સાઈન કરાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં જે સમાચાર મળી રહ્યાં છે તે મુજબ ઋત્વિક રોશન અને રણબીર કપૂર અનુક્રમે રાવણ અને રામનો રોલ કરશે અને બંનેને રુ. 75-75 કરોડ ફી પેટે મળશે. આ મેગાબજેટ ફિલ્મનું ડિરેક્શન નિતેશ તિવારી સંભાળી રહ્યા છે જેઓ અગાઉ ‘દંગલ’ ડિરેક્ટ કરી ચૂક્યા છે. મધુનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેને થ્રીડીમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માટે અનેક રિસર્ચ સ્કોલરોને રામાયણ પર સંશોધન અને તથ્યો એકઠાં કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રામાયણની વાર્તાને ધ્યાનમાં રાખીને ફિલ્મને બાહુબલીની જેમ બે ભાગમાં રજૂ કરવામાં આવશે.        

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો