મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચાઇનાના ચોખા અપાતાં વિરોધનો વંટોળ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચાઇનાના ચોખા અપાતાં વિરોધનો વંટોળ

મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચાઇનાના ચોખા અપાતાં વિરોધનો વંટોળ

 | 2:00 am IST
  • Share

સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચોખાનું વિતરણ કરાય છે. ત્યારે આ ચાઈનાના દેખાતા ચોખા પ્લાસ્ટીકના નીકળતા હોવાની રાવથી વાલીઓમાં રોષથી ફેલાયો છે. લખતર તાલુકાના કારેલા, આદલસર અને લીંબડી તાલુકાના ભથાણ ગામે વાલીઓએ આ ચોખાનો વિરોધ કર્યો હતો.

જિલ્લાના બાળકોને પોષણ મળી રહે તે માટે ફોર્ટીફાઈડ ચોખાનું સરકારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિતરણ શરૃ કર્યુ છે. લખતર તાલુકામાં લાભાર્થી દીઠ બે કિલો ચોખાનું ૨૯ કટાનું વિતરણ કરાયુ છે. જયારે આદલસર ગામે ૪૫૨ કિલો ચોખા વિતરણ કરાયા છે. અપાયેલા ચોખામાં અંદાજે ૩૦ ટકા ચોખા ચાઈનાના નીકળ્યા હોવાનુ વાલીઓ શૈલેષભાઈ, રેખાબેન, લીલાબેન સહિતનાઓએ જણાવ્યુ હતું. કારેલા ગામે પણ ચાઈનીઝ ચોખાનો વિરોધ કરવા વાલીઓ મભોયોના સંચાલકને રજુઆત કરવા શાળાએ ધસી ગયા હતા. લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ ભથાણ ગામે પણ  પ્લાસ્ટીના ચોખાથી વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. વાલીઓએ આ અંગે ભથાણ શાળાનો ઘેરાવ કરીને લીંબડી પુરવઠા મામલતદાર કચેરી ખાતે ટેલિફોનીક જાણ કરી તપાસની માગણી કરી હતી. કારેલા ગામે વિતરણ કરાયેલ ચોખા કબુતરને નાંખવામાં આવ્યા હતા. જે ચોખા આરોગવાથી કબુતરના મોત થતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન