મનપાની ભરતીમાં અનેક ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ - Sandesh
  • Home
  • Bhavnagar
  • મનપાની ભરતીમાં અનેક ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ

મનપાની ભરતીમાં અનેક ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ

 | 1:33 am IST

ા ભાવનગર ા

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી માટે ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી છે પરંતુ દરેક ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં નહી બોલાવી અનેક ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો રોષ ભાવનગરના જાગૃત યુવા અગ્રણી ધર્મેશ પંડયાએ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારોની જ પરીક્ષા લેવામાં આવશે.   મહાપાલિકાના આરોગ્ય વિભાગમાં જુદી જુદી ૯ પોસ્ટ માટે ૧ર૩ ઉમેદવારોની ભરતી કરવાની છે, જેના માટે ઘણા ઉમેદવારોએ અરજી કરી છે પરંતુ મહાપાલિકા દ્વારા મેરીટના આધારે ૯ પોસ્ટ માટે માત્ર ૯૦૦ ઉમેદવારને જ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે તેથી નીચા મેરીટવાળા ઉમેદવારને અન્યાય થવાની ભીતિ રહેલી છે. કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે અરજી આવી હોય તે દરેક ઉમેદવારને ઈન્ટરવ્યુ માટે બોલાવવા જોઈએ તેવી માગણી ધર્મેશ પંડયાએ કરી છે.   આ અંગે મહાપાલિકાના મહેકમ વિભાગના અધિકારી દેવાંગીબેન મહેતાનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૧પથી મેરીટના આધારે કટઓફ દ્વારા જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે અને આ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

;