મનફરામાં પથ્થર ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર શખસને ઝડપી લેવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • મનફરામાં પથ્થર ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર શખસને ઝડપી લેવાયો

મનફરામાં પથ્થર ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર શખસને ઝડપી લેવાયો

 | 2:00 am IST
  • Share

ભચાઉ તાલુકાના મનફરા ગામમાં આવેલ બંધ મકાનની ઓસરીમાં બેઠેલા બે મિત્રો વચ્ચે આર્થિક વ્યવહારો મુદ્દે બોલાચાલી થઈ હતી. જેને પગલે મામલો ઉગ્ર બની જતાં આરોપીએ પથ્થર ઉપાડી યુવાન ઉપર ઉપરા છાપરી પ્રહારો કરી મોતને ઘાટ ઉતારી નાખતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી ડોગ સ્ક્વોડ સહિતની મદદથી પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ધરબોચી લીધો હતો.
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત સોમવારના રાત્રિના અરસામાં હત્યાનો હિચકારો બનાવ બન્યો હતો. તાલુકાના મનફરા ગામે રહેતા અને કડિયાકામ કરતા કરમશી ઉર્ફે પપ્પુ કોલી તથા તેનો મિત્ર સુરેશ ઉર્ફે દીગુ દેવશી કોલી જેઓ બંને ગામમાં આવેલ બંધ મકાનની ઓસરીમાં બેઠા હતા. સાથે કડિયાકામ કરતા હોઈ બંને વચ્ચે આર્થિક વ્યવહારો અંગે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બની જતાં આરોપી સુરેશે પાસે પડેલ પથ્થર ઉપાડી કરમશીના માથામાં ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા. કરમશીને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
મનફરા ગામમાં યુવાનની ઘાતકી હત્યા નીપજાવી દેવાના બનાવની જાણ થતાં ભચાઉ પોલીસ કાફલો ગામમાં દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ડોગ સ્ક્વોડ સહિતની મદદથી હત્યારાને ઝડપી પાડવા કવાયત આદરી હતી. દરમિયાન આરોપી ખારોઈ કેનાલથી આગળ રોડ ઉપર એકલો રાત્રિના અરસામાં પગપાળા જતો હોવાની બાતમી મળતાં પોલીસે વિસ્તારમાં છાપો મારીને સુરેશને ધરબોચી લીધો હતો.
જે અંગે ભચાઉ પીઆઈ જી. એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, બંને સાથે કામ કરતા હતા. આર્થિક વ્યવહારો મુદ્દે બોલાચાલી થતાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન