મનફરામાં યુવાનને માથામાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતારાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • મનફરામાં યુવાનને માથામાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

મનફરામાં યુવાનને માથામાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

 | 2:00 am IST
  • Share

ભચાઉ તાલુકાના મનફરા ગામમાં આજે રાત્રિના અરસામાં બે – ત્રણ મિત્રો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધરી લીધંુ હતું, જેમાં એક યુવાનને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતાં ચકચાર મચી ગઈ છે. મનફરા ગામમાં હત્યાના બનાવને પગલે ભચાઉ પોલીસ કાફલો ગામમાં દોડી ગયો હતો અને તપાસનો દોર શરૂ કર્યો હતો.
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો. તાલુકાના મનફરા ગામમાં રહેતા પપ્પુ કરશન કોલી આજે રાત્રિના અરસામાં તેના મિત્રો સાથે હતો, ત્યારે કોઈ કારણસર મિત્રો વચ્ચે મતભેદ ઊભો થયો હતો  જેમાં બોલાચાલી થતાં બનાવે ગંભીર રૂપ ધરી લીધું હતું અને હત્યારાએ પપ્પુ કરશન કોલી ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં પપ્પુને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં દમ તોડી દીધો હતો.
મનફરા ગામમાં યુવાનની ઘાતકી હત્યા નીપજાવી દેવાના બનાવની જાણ થતાં ભચાઉ પોલીસ કાફલો ગામમાં દોડી ગયો હતો અને ગુનાની ઝીણવટપૂર્વકની તપાસનો દોર શરૂ કર્યો હતો. જે અંગે ભચાઉ પીઆઈ જી. એલ. ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતંુ કે, મનફરા ગામમાં બે – ત્રણ મિત્રો વચ્ચે થયેલા ખટરાગમાં પપ્પુ કરશન કોલીની હત્યા નીપજાવી દેવામાં આવી છે. હત્યાના બનાવ પાછળ અંગત ઝઘડો કારણભૂત હોવાનું ધ્યાને આવ્યું છે. તેમ છતાં ગુનો નોંધી વધુ વિગતો જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વાગડ પંથકમાં પાછલા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અવાર નવાર ચોરી, લૂંટ, મારામારી, હત્યા જેવા સંગીન બનાવો ઉજાગર થતાં આવે છે. તેમ છતાં પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન