મની લોન્ડરિંગ કેસમાં નોરા અને જેકલીનને EDનું તેડું
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મની લોન્ડરિંગ કેસમાં નોરા અને જેકલીનને EDનું તેડું

મની લોન્ડરિંગ કેસમાં નોરા અને જેકલીનને EDનું તેડું

 | 11:57 am IST
  • Share

  • મની લોન્ડરિંગ મામલે નોરા અને જેકલીન પર સંકટના વાદળો ઘેરાયા

  • સુકેશે ચંદ્રશેખર કેસમાં EDએ નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવી

  • 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે જેકલીનને કરી હતી પુછપરછ

એક પછી એક બોલીવુડ સ્ટાર્સ પર મુશ્કેલીનો વાદળ ઘેરાઇ રહ્યા છે. જ્યાં એક તરફ શાહરુખનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં ફસાયેલો છે. તો ઘણા સ્ટાર્સ મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ રહ્યા છે. તાજેતરમાં, ED એ સુકેશ ચંદ્રશેખર કેસમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને સમન્સ મોકલ્યા છે.

જ્યાં જેકલીન ફર્નાન્ડિસની આ કેસમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં જોડાવા માટે તેમને ગઈકાલે એમટીએનએલ ખાતે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. તો નોરાને આ પ્રથમ સમન્સ છે. નોરાને આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે, જોકે, ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નોરા કેન્દ્રીય એજન્સીની પૂછપરછમાં સામેલ થશે કે નહીં તે હજુ નક્કી નથી. સુકેશે જેકલીન અને નોરાને જેલની અંદરથી કાવતરું કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુકેશ ચંદ્રશેખર અને તેની કથિત પત્ની અભિનેત્રી લીના પાલ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ જેલમાં બંધ છે. સુકેશે નોરા ફતેહીને પણ પોતાની જાળમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. સુકેશ ચંદ્રશેખર એ જ વ્યક્તિ છે જેણે AIADMK ના ઉપપ્રમુખ ટીટીવી દિનાકરન પાસેથી 2 કરોડ રૂપિયામાં ચૂંટણી ચિહ્વ અપાવવાનો વાયદો કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુકેશની ધરપકડ કરી હતી. તાજેતરમાં, સુકેશે તિહાર જેલની અંદરથી રેલિગેયર કંપનીના પ્રમોટર માલવિંદર અને શિવિંદર સિંહની પત્નીઓ પાસેથી આશરે 200 કરોડની ઉચાપત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો