મલાવ ગામે ત્રણ સંતાનોના પિતાની લાશ મળતા ચકચાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મલાવ ગામે ત્રણ સંતાનોના પિતાની લાશ મળતા ચકચાર

મલાવ ગામે ત્રણ સંતાનોના પિતાની લાશ મળતા ચકચાર

 | 2:59 am IST

પરિવારજનોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

ા કાલોલ ા

કાલોલ તાલુકાના મલાવ ગામે તળાવની પાર પાસે રહીને છુટક ડ્રાઇવિંગ કરી પોતાના ત્રણ સંતાનો સહિત પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશગીરી દયાગીરી ગોસ્વામી રવિવારે સાંજે પોતાના ઘેરથી નીકળ્યો ગયો હતો, જે મોડી રાત સુધી પરત નહીં ફ્રતા કોઈ કામે ગયો હશે એવું પરિવારજનોએ રાત્રે માની લીધું હતું

પરંતુ સોમવારે વહેલી સવારે મલાવથી વરવાળા તરફ્ જવાના રોડ પર આવેલા ઈરીગેશન પંપના કમ્પાઉન્ડ વોલ પાસે તેની મૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. એક રાતમાં ગુમ થયેલા ત્રણ સંતાનોના પિતાનું આ રીતે ગામ બહાર વેરાન જગ્યાએ મૃત હાલતમાં લાશ મળી આવતા અચાનક રીતે રાત્રે ગામ બહાર થયેલા મોત અંગે તેમના પરિવારજનોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના અંગે કાલોલ પોલીસને જાણ કરતાં પોલીસે સ્ટાફ્ ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ અર્થે ડોગ સ્કવોડ અને એફ્એસએલની પણ મદદ લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે મૃતકની માતા સુમિત્રાબેન દયાગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફ્રિયાદને આધારે પોલીસે પ્રાથમિક નોંધ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફ્રલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;