મવડી રોડની શાકમાર્કેટમાં લારીઓવાળાથી શહેરના દોઢ લાખ વાહનચાલકોને હાલાકી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મવડી રોડની શાકમાર્કેટમાં લારીઓવાળાથી શહેરના દોઢ લાખ વાહનચાલકોને હાલાકી

મવડી રોડની શાકમાર્કેટમાં લારીઓવાળાથી શહેરના દોઢ લાખ વાહનચાલકોને હાલાકી

 | 4:36 am IST
  • Share

 80 ફૂટના રોડ પર વાહન ચલાવવા માટે બંને તરફ માત્ર 20 ફૂટની જગ્યા રહે છે

250 રેંકડીધારકોને વ્યવસ્થિત ઊભા રાખવા માટે બ્લોક નખાશે : મેયર

રાજકોટના રાજમાર્ગો ઉપર પાથરણાવાળા તેમજ લારી ગલ્લાના દબાણ કાયમી સમસ્યા સર્જે છે, મેયરના વોર્ડમાં મવડી મેઈન રોડ ઉપર શાકભાજીની લારીઓ અને પાથરણાના દબાણો  વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ માટે શીરદર્દ બન્યા છે. આ અંગે વ્યાપર ફરિયાદો બાદ મેયરે ધંધાર્થીઓને બોલાવીને યોગ્ય ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ ઉપર દરરોજ દોઢ લાખ વાહનોની આવન જાવન હોવાનો સર્વે થયેલો છે. હાલ આ 80 ફૂટના રોડ ઉપર વાહન ચલાવવા માટે માંડ 20 ફુટની જગ્યા બંને તરફ રહે છે. ત્યારે અમે ધંધાર્થીઓ સાથે સંકલન કરીને રસ્તા ઉપર સાઈડમાં બ્લોક ફીટ કરી લાઈન દોરી આપી તેમની અંદર જ ધંધાર્થીઓ ઉભા રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ધંધાર્થીઓ સાથે બેઠક યોજીને જરૃરી કાર્યવાહી હાથ ધરી છે. આ એક જ રોડ એવો છે કે, જેમાં  બેથી ત્રણ લેયરમાં રેકડીઓ ઉભી  રહે છે કે, પાથરણાવાળા બેસી જાય છે. વળી, ખરીદારી માટે આવતા લોકો પણ વાહનો ઉભા રાખી દેતા રસ્તો સાવ સાંકડો થઈ જતા અકસ્માતનો ભય પણ રહે છે.

મવડી રોડ ઉપર રેકડી આગળ રેકડી રાખવા માટે ધંધાર્થીઓ દ્વારા ભાડા પણ લેવાતા હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. એક રેકડીના ભાડા પેટે મનપા રૂ.500 ઉઘરાવે છે. તેની સામે રેકડી ધારકો રૂ.1500થી 2000 મહિને ઉઘરાવે છે. આને કારણે રેકડી આગળ રેકડીઓ રાખી દેવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો