મસૂર બેલ પેપર પનીર સલાડ - Sandesh
1.6M
1M
1.7M
APPS

મસૂર બેલ પેપર પનીર સલાડ

 | 12:30 am IST
  • Share

સામગ્રી ઃ ૧/૨ કપ આખા મસૂર, ૧૧/૨ ગ્લાસ પાણી, ૧ સમારેલી ડુંગળી, ૨ લીલી ડુંગળી, ૧ કપ લાલ, પીળા અને લીલા કેપ્સિકમ સમારેલાં, ૧૦૦ ગ્રામ પનીરના ટુકડા, ૨-૩ કળી સમારેલું લસણ, ૧ સમારેલું લીલું મરચું, ચપટી હિંગ, ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ચમચી ધાણા પાઉડર, ચપટી હળદર, સ્વાદ મુજબ મીઠું, લીંબુ

રીત ઃ તપેલીમાં પાણી લો, થોડું મીઠું ઉમેરો અને મસૂર છુટ્ટા બાફ્ી લો. (પ્રેશર કૂક ન કરો) પાણી કાઢી અને તેમને એક બાજુ રાખો.

એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં ચપટી હિંગ ઉમેરો. લસણ, લીલું મરચું, ડુંગળી સાંતળો પછી તેમાં ચપટી મીઠું સાથે કેપ્સિકમ ઉમેરો, ઢાંકીને ૨-૪ મિનિટ માટે રાંધો. બાદમાં બધા સૂકા મસાલા, મસૂર અને પનીરના ટુકડાં ઉમેરો. સારી રીતે ભેળવી દો. તેને લીંબુ અને સમારેલી લીલી ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરો. આ પ્રોટીન પેક લંચ/ડિનર માણો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન