મસ્કની કંપની સ્ટારલિંક પ્રકાશની ઝડપે ડેટા ટ્રાન્સફર કરશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • મસ્કની કંપની સ્ટારલિંક પ્રકાશની ઝડપે ડેટા ટ્રાન્સફર કરશે!

મસ્કની કંપની સ્ટારલિંક પ્રકાશની ઝડપે ડેટા ટ્રાન્સફર કરશે!

 | 5:45 am IST
  • Share

ટેસ્લા, સ્પેસએક્સ જેવી ગ્લોબલ કંપનીઓના માલિક એલન મસ્ક આજકાલ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેઓ તેમની વધુ એક કંપની સ્ટારલિંકના મુદ્દે બોલ્યા છે. હાલમાં જ તેમણે દાવો કર્યો છે કે તેમની સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ ર્સિવસ સ્ટારલિંક(જંટ્વઙ્મિૈહા)માં પ્રકાશ જેટલી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતા હશે. મસ્કનો લક્ષ્યાંક ગ્રાઉન્ડ સ્ટેશનોથી છુટકારો મેળવવાનો છે, જે સેટેલાઈટની સાથે પ્રત્યાયન સાધવામાં લાગતા સમયના કારણે ઝડપથી ડેટા ટ્રાન્સફર કરવામાં અડચણો વધારી રહ્યાં છે. એલન મસ્કે દાવો કર્યો છે તે મુજબ લેઝરની સાથે ટ્રાન્સમિશનની સ્પીડ ઓપ્ટિકલ ફાઈબરની તુલનામાં અંદાજે ૪૦ ટકા વધુ ઝડપી થવાની આશા છે. તેમના નિવેદન પર વિચારીએ અને ઓપ્ટિકલ ફાઈબરની વર્તમાન સ્પીડના આધારે સ્પીડની ગણતરી કરતા, સ્ટારલિંકનું ઈન્ટરનેટ ૧, ૮૦, ૮૩૨ માઈલ પ્રતિ સેકન્ડ પર ડેટા પેકેટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા ધરાવતું હશે.

એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની સ્ટારલિંક ટૂંક સમયમાં જ સમગ્ર આર્કટિકમાંથી ગ્રાઉન્ડ સ્ટેશન એલિમેન્ટને હટાવી દેશે અને પર્યાપ્ત બેન્ડવિડ્થ પણ ઓફર કરશે. હાલમાં જ તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે તેમની એરોસ્પેસ કંપની સ્પેસએક્સ ટૂંક સમયમાં જ ભારતમાં સ્ટારલિંક લોન્ચ કરી શકે છે. કંપની તપાસ કરી રહી છે કે ભારતમાં રેગ્યુલેટરી અપ્રૂવલ પ્રોસેસ સ્ટારલિંક માટે કેવી રીતે કામ કરશે. ઉલ્લેખનીય છે કે મસ્કની કંપની સેટેલાઈટ દ્વારા હાઈસ્પીડ ઈન્ટરનેટ ર્સિવસ આપે છે. કંપનીએ દુનિયાના અનેક વિસ્તારોમાં આ સેવાની શરૃઆત કરી છે. જોકે આ ર્સિવસ હાલ બીટા વર્ઝન સ્ટેજ પર છે. બીટા યૂઝર્સે તેની ધીમી ઈન્ટરનેટ સ્પીડને લઈને ફરિયાદ કરી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે તેમાં ટૂંક સમયમાં સુધારો કરવામાં આવશે. જોકે નિષ્ણાતોના મતે મસ્કનો આ દાવો અમેરિકા જેવા વિકસિત દેશોમાં શક્ય બની શકે પણ ભારતમાં નહીં, કેમ કે અહીં ટેલિકોમ કંપનીઓ ફોર જી ઈન્ટરનેટ સ્પીડ પણ યોગ્ય રીતે આપી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન