મહંત નરેન્દ્રગિરિ મહાસમાધિમાં લીન : હજારોની શ્રદ્ધાંજલિ  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મહંત નરેન્દ્રગિરિ મહાસમાધિમાં લીન : હજારોની શ્રદ્ધાંજલિ 

મહંત નરેન્દ્રગિરિ મહાસમાધિમાં લીન : હજારોની શ્રદ્ધાંજલિ 

 | 2:25 am IST
  • Share

મહંત નરેન્દ્રગિરિને બાઘંબરી મઠમાં હજારોની જનમેદની વચ્ચે ભૂસમાધિ આપવામાં આવી છે. મહંત બ્રહ્મલીન થઇ ચૂક્યા છે. નરેન્દ્રગિરિની સુસાઇડ નોટમાં ઉત્તરાધિકારી જાહેર થયેલા બલવીરે અંતિમવિધિ સંપન્ન કરી હતી. તે પહેલાં પાંચ તબીબની પેનલે મહંતના દેહનું પોસ્ટમોર્ટમ સ્વરૃપરાની હોસ્પિટલમાં સંપન્ન કર્યું હતું. પોસ્ટમોર્ટમ અહેવાલ મુખ્યપ્રધાનને બંધ કવરમાં મોકલવામાં આવ્યો હતો. આરંભિક અહેવાલમાં મહંતે ગળા ફાંસો ખાધો હોવાની હકીકત સામે આવી હતી. સુસાઇડ નોટ મુજબના આરોપી આનંદગિરિ અને આધ્યાગિરિને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ ૧૩ અખાડાએ સુસાઇડ નોંધમાં કહેવામાં આવેલી વાત ફગાવી દીધી છે. ઉત્તરાધિકારી માટે મળનારી પંચપરમેશ્વરની બેઠક પણ મોકૂફ રહી છે.નિરંજની અખાડાના મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે સુસાઇડ નોંધમાં ખુબ ખામી છે. તેનો ફોરેન્સિક રીપોર્ટ આવે તે પછી  વાઘંબરી ગાદીના ઉત્તરાધિકારી અંગે પંચપરમેશ્વર આખરી નિર્ણય લેશે.

સમાધિ પ્રક્રિયા પૂરી થયા પછી દિવંગત મહંત દ્વારા સુસાઇડ નોંધમાં જાહેર થયેલા ઉત્તરાધિકારી બલવીરની પૂછપરછ શરૃ થઇ ચૂકી છે. એસઆઇટી પૂછપરછ માટે મઠમાં પહોંચી છે. પોતાને વાઘંબરી ગાદીના ઉત્તરાધિકારી કહેનારા બલવીર હવે કહી રહ્યા છે કે તેઓ નરેન્દ્રગિરિના હસ્તાક્ષરને ઓળખતા નથી.  

નિરંજની અખાડાના મંત્રી મહંત નરેન્દ્રગિરિ ઉ. પ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં આવેલી અખૂટ સંપત્તિનો માલિકી અધિકાર ધરાવતા હતા. નિરંજની અખાડા અને વાઘંબરી ગાદી અંદાજે રૃપિયા ૩૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતી હોવાનો અંદાજ છે. સંપત્તિને મુદ્દે મહંત નરેન્દ્રગિરિ અને શિષ્ય આનંદગિરિ વચ્ચે લાંબો સમય વિવાદ રહ્યા પછી સમાધાન થઇ ગયું હતું.

મહંતના સુરક્ષાકર્મીઓ વિરુદ્ધ તપાસ થશે  

મહંત નરેન્દ્રગિરિની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નિયમ મુજબ મહંત સૂતા હોય તેવા સમયે પણ એક પોલીસકર્મી તેમના ખંડની બહાર હોવા જોઇતા હતા. આ સંજોગોમાં પોલીસકર્મીઓ ફરજ બજાવવામાં બેદરકાર રહ્યા હોવાના આક્ષેપ છે. પોલીસકર્મીઓ સંબંધે અહેવાલ આવ્યા પછી તપાસ કરવામાં આવશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો