મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન યોજાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન યોજાશે

મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન યોજાશે

 | 4:09 am IST

ા ભાવનગર ા

ભાવનગર શહેરના વિકાસ કાર્યોનું પ્રદર્શન અને સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અન્વયે સ્વચ્છતા બાબતે જનભાગીદારીથી સ્વચ્છતાને લગત થીમેટીક ડ્રાઈવનું આયોજન તા.૨૯-૯-૨૦૨૧ થી તા.૨-૧૦-૨૦૨૧ દરમિયાન કરવા જણાવેલ છે. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી વેસ્ટ માંથી બેસ્ટ બનાવતી વસ્તુઓનું એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહાનગરપાલિકા દ્વારા ભાવનગર વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતી સંસ્થાઓ, વ્યક્તિઓ, સમૂહ, મંડળીઓ, એનજીઓ, એસએચજી વિગેરને આમંત્રિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારને અટલ બિહારી વાજપાઈ ઓપન એર થીયેટર ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ વસ્તુઓના પ્રદર્શન માટે ફ્રીમાં સ્ટોલ આપવામાં આવશે. જેમાં નાગરિકોને તેઓની વસ્તુ વેચી શકશે અને તેનું વળતર મેળવી શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઉત્તમ કૃતિને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપીન મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલુ હોય, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતી સંસ્થાઓ, વ્યક્તિઓ, સમૂહ, મંડળીઓ, એનજીઓ, એસએચજી વિગેરને આ કાર્યક્રમ માટે ઈચ્છુક જાહેર જનતાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ૨ જો માળ, ભાવનગર મહાનગરપાલિકાની કચેરીએથી અથવા શહેરની વોર્ડ ઓફિસેથી (સવારે ૯ થી ૧૦.૩૦ અને બપોરે ૨ થી ૫ દરમ્યાન૦ રજીસ્ટ્રેશન ફોર્મ લઈ જઈ તે ભરીને તા.૨૦-૯-૨૦૨૧ સુધીમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે અથવા શહેરની વોર્ડ ઓફિસે જમા કરાવવા અનુરોધ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;