મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે યોગશિબિર - Sandesh
  • Home
  • Bhavnagar
  • મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે યોગશિબિર

મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે યોગશિબિર

 | 1:43 am IST

। ભાવનગર ।

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતિઓનો સર્વાંગી વિકાસ માટે દરેક જિલ્લા કક્ષાએ શિબિર યોજાશે.

ભ્મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા કે અભ્યાસ કરતા કોઇપણ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ આ શિબિરમાં ભાગ લઇ શકશે. કુલ ૫૦ યુવક-યુવતિઓ માટે યોજાનાર ૭ દિવસની આ શિબિરમાં શિબિરાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ પોતાનામાં રહેલ શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞાો દ્વારા વિવિધ સમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિબિર દ્વારા વિવિધ પ્રકારના આસનોનું પ્રત્યક્ષ જ્ઞાાન આપવામાં આવશે. શિબિરાર્થીઓને પ્રવાસ ખર્ચ, ભોજન, નિવાસ, પ્રમાણપત્ર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ જેમની ઉંમર તા.૩૧-૧૨ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદામાં આવતા હોય તેવા યુવક-યુવતિઓ રંંૅજઃ//ર્ષ્ઠદ્બદ્બૈજઅહષ્ઠટ્વ.ખ્તેદ્ધટ્વટ્વિં.ર્ખ્તદૃ.ૈહ/ટ્વૅૅઙ્મૈષ્ઠટ્વંર્ૈહ-ર્કદ્બિજ-ખ્તેદ્ધ.રંદ્બ વેબ સાઇટ પરથી તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરીના બ્લોક અડ્રેસ ઙ્ઘર્જર્જૅિંજહ્વદૃિ.હ્વર્ઙ્મખ્તર્જૅં.ર્ષ્ઠદ્બ પરથી ડાઉન લોડ કરી સંપૂર્ણ ભરી આધાર પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી જી-૨ ભાવનગર શહેર ખાતે તા.૩૦-૯ સુધીમાં મોકલી આપવાની રહેશે.

;